સચિન અને સીમાના દિવસો બદલાયા: નવરાત્રિમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો

નવીદિલ્હી, ગ્રેટર નોઈડાના રબૂપુરામાં સીમા હૈદરે પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો છે. ગૃહ પ્રવેશ દરમ્યાન સીમા અને સચિન સાથે સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. આ અવસર પર તેમના વકીલ એપી સિંહ પણ હાજર રહ્યા હતા.

વકીલ એપી સિંહે કહ્યું કે, સચિન અને સીમાના ઘર પર આજે ગૃહ પ્રવેશ થયો છે. નવરાત્રિમાં દેવી માતાની પૂજા થાય છે. તેને ધ્યાન લઈને નવરાત્રિમાં ૯ દિવસ વ્રત રાખશે. સીમા હૈદર અને તેનો આખો પરિવાર નવદુર્ગા માતાની પૂજા કરશે.

હાલમાં સીમા અને સચિને પોતાના ઘરમાં એક રુમ બનાવ્યો છે. એપી સિંહે કહ્યું કે, ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.આ દરમ્યાન સીમાએ ભારતની પાકિસ્તાન પર શાનદાર ક્રિકેટ મેચમાં જીતના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે, ભારત દરેક ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યું છે. ઈંડિયન ક્રિકેટ ટીમમાં તેને વિરાટ કોહલી અને રોહિત શર્મા ખૂબ પસંદ છે.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર પબજી ગેમ દ્વારા ગ્રેટર નોઈડામાં રહેતા સચિન મીણા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ નેપાળ જઈને બંનેએ લગ્ન પણ કર્યા હતા. ત્યાર બાદ સીમા પોતાના ચાર બાળકોને લઈને દુબઈ થતાં નેપાળ આવી. અને ત્યાંથી નોઈડામાં સચિનના ઘરે આવી ગઈ.

નોઈડામાં સચિનના ઘરે ઘણા દિવસ સુધી રહી. ત્યાર બાદ આ અંગે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે તમામને હરિયાણાના ફરીદાબાદમાંથી ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા. ત્યાંથી જામીન લઈને સીમા અને સચિન રબૂપુરામાં પોતાના ઘરે આવી ગયા.