સચિન-અક્ષય કુમારની ટીમ વચ્ચે જંગ, શેરી ક્રિકેટની જેમ થશે મુકાબલો

મુંબઇ, સ્ટ્રીટ ક્રિકેટની તર્જ પર ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટ ૬ માર્ચથી શરૂ થશે અને ટાઇટલ મેચ ૧૫ માર્ચે રમાશે. લીગની શરૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જેમાં સચિન તેંડુલકરની ટીમ અક્ષય કુમારના દિગ્ગજ ખેલાડીઓ સાથે ટકરાતી જોવા મળશે. ખાસ વાત એ છે કે તે જ સમયે સ્ટ્રીટ ક્રિકેટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટીમની પસંદગી કરવામાં આવશે. એટલે કે બંને કેપ્ટન મેદાનની વચ્ચે ઉભા રહીને પોતાની ટીમને તૈયાર કરશે.

આઇએસપીએલ ટૂર્નામેન્ટ ૬ માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ૧૫ માર્ચે રમાશે. તમને જણાવી દઈએ કે આ આખી ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમવાની છે અને તે ૧૦ ઓવરના ફોર્મેટમાં રમાશે.આઇએસપીએલની પ્રથમ સિઝનમાં કુલ છ ટીમો ભાગ લેશે અને કુલ ૧૮ મેચો રમાશે, જેમાં ૨ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ સામેલ હશે.

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની તમામ મેચો દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ પોતાની ટીમો ઉતારી છે. ટૂર્નામેન્ટમાં અમિતાભ બચ્ચનની ટીમ માઝી મુંબઈ, અક્ષર કુમારની શ્રીનગર કે વીર, હૃતિક રોશનની બેંગ્લોર સ્ટ્રાઈર્ક્સ, સૂર્યાની ચેન્નાઈ સિંઘમ્સ, રામ ચરણની ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ અને સૈફ અલી ખાનની ટાઈગર્સ ઑફ કોલકાતા સામસામે જોવા મળશે.

આઇએસપીએલની શરૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જે ૬ માર્ચે રમાશે. આ મેચમાં સચિન તેંડુલકરની ટીમનો સામનો અક્ષય કુમારની ટીમ સાથે થશે. પ્રદર્શન મેચમાં ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. ઈરફાન પઠાણ, સિદ્ધાંત ચતુર્વેદી, યુસુફ પઠાણ, પ્રતિક બબ્બર, પ્રવીણ કુમાર, રામ ચરણ, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, ગૌરવ તનેજા, સુરેશ રૈના, એલ્વિસ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રિયાઝ અલી, રોબિન ઉથપ્પા, મુનવર પટેલ, મુનાફ પટેલ જેવા મોટા નામ ભાગ લેતા જોવા મળશે.