અમદાવાદ, અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિક્તા અલગ છે. સાબરમતી નદીની હાલત દયનીય બની છે. સાબરમતી નદીના બંને છેડે લીલ જોવા મળી રહી છે. નદીમાં આવેલ લીલના કારણે પાણીનો કલર બદલાયો છે. નદીમાં લીલાશ સાથે ગંદો કચરો પણ જોવા મળી રહ્યો છે. AMC સાબરમતી નદીને ક્યારે સાફ કરાવશે તે એક મોટો સવાલ છે.
અમદાવાદ સાબરમતી નદીના પાણીનો રંગ બદલાયો છે. પાણીનો રંગ લીલો થઈ ગયો છે, સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય થઈ જતા નદીનું સૌંદર્ય હણાયું છે. નદીમાં છોડવામાં આવતા કેમિકલને કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ છે. દૂર-દૂર સુધી સાબરમતી નદીનું પાણી લીલુ લીલુ જોવા મળી રહ્યું છે. ચારેય બાજુ નદીમાં લીલ જોવા મળી રહી છે, જેના કારણે નદીમાંથી દુર્ગંધ આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, ગત ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી નદીને લઇ સીપીસીબીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. સીપીસીબીના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો હતો. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો. પ્રદૂષિત નદીઓના રિપોર્ટ પર કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, GPCBમાં હપ્તા રાજ ચાલે છે. ભાજપ સરકારના પાપે સાબરમતીનું પાણી પીવા લાયક નથી. ભાજપ ચૂંટણી જીતવા GPCBનો ઉપયોગ કરે છે. GPCBના કાવતરા અને કારનામાના પાપે આ હાલત છે. સરકાર વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ રોકવામાં નાકામ છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. ત્યારે સવાલ થાય કે ક્યાં ગયા સાબરમતી શુદ્ધિકરણના વચનો?
અત્રે ઉલ્લેખનીય છે કે, CPCBના રિપોર્ટ ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર હોવાનું પણ સામે આવ્યં હતું. લોક્સભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો હતો. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની ૧૩ નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો હતો.