
સાબરકાંઠા તેમાં જ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે વાષક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો જે અંતર્ગત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯૯૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરવાની સાથોસાથ ૧૬.૫૦ ટકા વાષક દૂધ વધારો જાહેર કરાતા મોટાભાગના પશુપાલકોમાં વિરોધ સર્જાયો હતો જોકે આગામી સમયમાં આ મામલે ફરી એક વાર બેઠક બોલાવી દૂધનો ભાવ વધારો જાહેર કરવાની સાથો સાથ આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી સાબર ડેરીની વાત પહોંચાડવા રજૂઆત કરાઈ છે.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આથક સધરતાનું પરિબળ છે સાબર ડેરી દ્વારા પહેલા તબક્કામાં ૨૫૮ કરોડ જેટલો ભાવ વધારો જાહેર કરાયો હતો તેમ જ આજે વધુ ૩૪૪ કરોડ જાહેર કરાયા હતા જોકે ગત વર્ષે ૬૧૦ કરોડ જાહેર કરાયા હતા ત્યારે આજે આ વર્ષે ૬૦૨ કરોડ રૂપિયા જાહેર કરાયો છે જોકે ગત વર્ષ કરતા ઓછો ભાવ વધારો જાહેર થયા એના પગલે પશુપાલકોને વિરોધ સર્જાયો છે સાથે સાથે આ મામલે આગામી સમયમાં ગાંધીનગર કક્ષા સુધી રજૂઆત કરવાની ચીમકી છે.
જોકે સાબર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોઈ ખાસ મોટો ફેરફાર થયેલ નથી છતાં આ વર્ષે દૂધના ભાવ ફેરમાં વધારો કરાયું છે ગત વર્ષે દૂધના વાષક કિલો ફેટી ૮૦૦ ૩૫ ની જગ્યાએ આ વર્ષે ૯૯૦ રૂપિયા જાહેર કરાયો છે જેના પગલે પશુપાલકોની માંગને યાનમાં રાખી ૬૦૨ કરોડ જેટલો દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો છે જોકે ગત વર્ષે ૬૧૦ કરોડ જેટલો દૂધનો ભાવ વધારો અપાયો હતો ત્યારે આ વર્ષે દૂધનો ભાવ વધારો ઘટતા સ્થાનિક પશુપાલકોમાં રોષનું માહોલ સર્જાયું છે જોકે સાબર ડેરી મામલે આ વખતે દૂધનો ભાવ વધારો જાહેર કરાયા એના પગલે છેલ્લા કેટલાય સમયથી બાકી રહેલો દૂધનો ભાવ વધારો આગામી ત્રણ તારીખથી તમામ પશુપાલકોના એકાઉન્ટમાં જમા થશે જેના પગલે કેટલાય બાકી રહેલા કામોને પ્રાધાન્ય મળશે. જોકે સાબર ડેરી દ્વારા આપવામાં આવેલો ભાવ વધારવા આગામી સમયમાં પશુપાલકોના જીવન ધોરણમાં કેટલો ફાયદો કરાવે છે ઍ તો સમય જ બતાવશે