હિંમતનગર, સાબરકાંઠાના વડાલીમાં મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વડાલીમાં અસાઈ વાસણા ગામની મહિલાએ કૂવામાં કૂદીને જીવન ટુંકાવ્યું. મહિલાએ પતિ સાથે અણબનાવ થતા કૂવામાં કૂદીને આપઘાત કર્યો. અસાઈ ગામના લોકોને ઘટનાની જાણ થતા મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. પરિણીત મહિલાઓ સાસરિયાના ત્રાસથી કંટાળીને અથવા તો પતિના કોઈ સાથે અફેરને લઈને દુ:ખ થતા આપઘાત કરે છે. જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ ના આવતા અથવા અન્ય કોઈની હેરાનગતિના કારણે આપઘાત કરે છે. આપઘાતના સૌથી વધુ કિસ્સામાં આથક સંકડામણ તેમજ વ્યાજખોરોના ત્રાસ હોવાનું સામે આવ્યું છે.