સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરલ ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં બે બાળકો સહિત ચાર જણાના મોત નીપજ્યા છે. આ મોત ચાંદીપુરમ વાયરસને પગલે થયા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસ પ્રવેશ્યો હોવાની પ્રબળ શંકા ફેલાઈ છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમના ૭ કેસ નોંધાયા છે. તે સિવાય ચાંદીપુરમ વાયરસથી મોતના બનાવોને પગલે જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
ચાંદીપુરમ વાયરસને કારણે સાબરકાંઠા અને અરવલ્લીમાં બે બાળકોના મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. અત્યારસુધીમાં ચાર દર્દીઓના મોત નીપજ્યા પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં બે દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છેે. પૂણેથી સેમ્પલની તપાસ થતા વધુ વિગતો બહાર આવશે.
ચાંદીપુરમ વાયરસ ફેલાતા તંત્ર પણ દોડતું થયું છે અને તેને પગલે ઉચ્ચ અધિકારીઓની મિટીંગ યોજાય તેવી શક્યતા છે. આ નવા વાયરસને કારણે સાબરકાંઠા અને અરવલ્લીમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેથી અન્ય કોઈ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે કે કેમ તેનો ખ્યાલ આવશે અને તેમને તાત્કાલિક સારવાર આપી શકાશે. અત્યારસુધીમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે હજી એક અન્ય વ્યક્તિનો રિપોર્ટ મોકલવાનો બાકી છે. પૂણેની લેબોરેટરમામં મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ સોમવાર સુધી આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.