
હિંમતનગર, હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલા રોટરી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષની જેમ શાળામાં બાળકોને સંસ્કારનો સિંચન થાય તે માટે બાળકોના તેમના માતા પિતાનું પૂજન કરાવ્યું હતું. વેલેન્ટાઈન ડે નહીં પણ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે.
બાળકો સૌથી વધારે માતા પિતાનો પ્રેમ કરતો હોય છે જેને લઇને વેલેન્ટાઈન ડે ના દિવસે બાલ મંદિર થી લઈને ધો.૧૨ના બાળકોએ તેમના માતા-પિતાઓનું કુમકુમ તિલક કરી અક્ષત અર્પણ કરી અને પ્રદક્ષિણા કરીને આર્શીવાદ મેળવ્યા હતા. રોટરી સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા શિક્ષકોઓ માતૃ-પિતૃ પૂજનમાં જોડાયા હતા.