હિંમતનગર,સાબરકાંઠામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલો હાલતમાં પકડાયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અત્યારે લોક્સભા ચૂંટણીનો માહોલ છે. અને હવે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મેના રોજ ચૂંટણી યોજાશે. દરમ્યાન રાજ્યમાં અનેક સ્થાનો પર ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમ્યાન ખેડબ્રહ્મામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો.
નોંધનીય છે કે ખેડબ્રહ્માની એકશાળામાં ચૂંટણીની કામગીરીને લઈ તાલિમ ચાલી રહી હતી. રાજયમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. એટલે શાળામાં પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી હતી. આ તાલીમ દરમ્યાન મોતીલાલ બોડાત નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાયો. આ મામલાની ખેડબ્રહ્મા જીડ્ઢસ્એ પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખેડબ્રહ્મા પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી નશો કરેલ પ્રિસાઈડિંગ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ અધિકારીઓને ચૂંટણી દરમ્યાન કંટ્રોલરૂમ, ઈવીએમ, વીવીપેટ મશીન ગોઠવણી, મતદાન મથક, મતપત્રો, મતદારોની યાદી, મોકપોલ, જેવા મુદ્દે જુદી-જુદી કામગીરી આપવામાં આવે છે. ચૂંટણીમાં જે-તે અધિકારીઓને સોંપાતી કામગીરીમાં ગુપ્તતા જાળવવામાં આવે છે. મહત્વની કામગીરીમાં રોકાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર જ જ્યારે બેજવાબદાર વર્તન કરે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે.