હિંમતનગર, આજકાલ લોકો દરેક વસ્તુ ઓનલાઈન મંગાવતા હોય છે. ત્યારે જો તમે ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, ઓનલાઈન મંગાવેલા પાર્સલ જીવલેણ સાબિત થઈ શકે છે. સાબરકાંઠાના વડાલી વેડામાં એક ઘરમાં આવેલા પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકોના મૃત્યુ થયા છે. તો વ્યકતિ ઈજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી વેડામાં એક પરિવારે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું. તેઓએ ઓનલાઇન પાર્સલમાં એકવસ્તુ મંગાવી હતી. જેમાં પાર્સલ ખોલતાની સાથે જ ઘરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.
હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે. હાલ આ પાર્સલ કોણે મોકલ્યું હતું, કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો, અને પાર્સલમાં એવુ તો શુ છે કે બ્લાસ્ટ થતો તે કારણો જાણવા તપાસ શરૂ કરી છે.