
સાબરકાંઠામાં એક જ દિવસમાં ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબક્તા સાબરકાંઠા પાણી-પાણી થઈ ગયું છે. ઇડરમાં રોડ અને રસ્તા પર વરસાદી પાણી જ જોવા મળે છે. શહેરમાં અવિરત વરસાદથી રોડ અને રસ્તા પાણી-પાણી છે.
ભારે વરસાદના લીધે તંત્રનો પ્રી-મોનસૂન પ્લાન ધોવાઈ જતા તેણે અગાઉ ખર્ચેલા કરોડો રૂપિયા પર સવાલ ઉઠાવ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરોના પાણી બેક મારે છે. તંત્રએ કર્યુ શું તે સવાલો બધા પૂછી રહ્યા છે. લોકોને ડર છે કે ચોમાસાની શરૂઆત આવી છે તો આગળ જતાં બાકીના ચાર મહિના કેવા જશે.