સાબરકાંઠામાં બકરા ચોરતા ચોરોની કુખ્યાત ગેંગ પોલીસે ઝડપી પાડી

હિંમતનગર, સાબરકાઠામાં છેલ્લા ત્રણેક મહિનામાં અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રીના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયાઓની ફરિયાદો નોંધાઇ હતી. જેમાં ગત તા. ૧૦-૧-૨૦૨૪ ના રોજ લાલપુર ગામમાં કાર લઇને આવેલા શખ્સોએ ફાર્મ હાઉસના માલિક પર હુમલો કરી બકરાઓની ચોરી કરી ગયા હતા.

તેવી જ એક ઘટના ઇલોલ ગામની સીમમાં બની હતી.જેમાં ઇનોવા કાર જેમાં લઇને આવેલા શખ્સો બકરાની ચોરી કરી નાસી ગયા હતા. જે ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ લોકલ ઝ્રિૈદ્બી મ્ટ્ઠિહષ્ઠર ની ટીમે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તપાસ હાથ ધરી હતી.

જે દરમિયાન ગત તારીખ ૯-૦૨-૨૦૨૪ ના રોજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન અપકો પ્રવિણસિંહ તથા અપકો દર્શનકુમારને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે બકરા ચોરીને અંજામ આપનાર ગેંગના માણસો એક સફેદ કલરની અર્ટીકા કાર નંબર જીજે.૦૭.ડી.એ.૦૭૦૫ ને લઇ કાટવાડ રોડથી અંદરના રસ્તાએ હાપા ગામની આજુબાજુના વિસ્તારમાં કોઇ ચોરીને અંજામ આપવા આવી રહ્યા છે.

જે બાતમીના આધારે પોલીસની ટીમે કારને રોકી તપાસ કરી હતી. જેમાં ડ્રાઇવર સહિત બીજા ત્રણ ઇસમો બેઠેલા હતા. જોકે વાહનોના કાગળો અંગે પુછપરછ કરતા તેઓ ગલ્લાતલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આકરી પુછપરછ કરતા તેમણે ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું સાબરકાઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નાના મોટા બકરાઓની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેઓ દિવસે બકરા જોઇને રાત્રીના સમયે ચોરી કરવા નિકળ્યા હતા.

પોલીસની પુછપરછ દરમિયાન તેમણે આજથી અઢી મહિના પહેલા ઇડર તાલુકાના લાલોડા ગામ નજીક ખેતરના વાડામાંથી ૧૧ બકરાની ચોરી કરી હતી. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના લાલપુર, ઇલોલ ગામમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી રોકડ રકમ રૂ. ૧૨,૫૦૦, અર્ટીકા ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬,૭૮,૧૧૦ નો મુદ્દામાલ જપ્ત થયો હતો.