અમદાવાદ,રાજ્યમાં સતત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સાબરકાંઠાના ઈડરના સાપાવાડા નજીક અકસ્માતની ઘટના બની છે. ઈડરના સાપાવાડા નજીક સાબરડેરીના દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે એક યુવાનનું મોત નિપજ્યું છે. રોડની સાઈડે ઉભી રહેલી બાઈકને ટેક્ધરે પાછળથી ટકકર મારી હતી. આ અકસ્માતમાં કુલ ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતુ. અકસ્માત થતા તાત્કાલીક ધોરણે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે સિવીલ હોસ્પિટલમાં ઠાકોર હીરાબેન અને ઠાકોર રમેશજી નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.