હિંમતનગર, સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા ૧૩૬ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતાય જે ચકાસણીના અંતે ૭૬ જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. આ દરમિયાન હવે ઉમેદવારી પાછી ખેંચવાના સમયે મોટા ભાગની બેઠકો એક બાદ એક બિનહરીફ થતાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર આટલા બધા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. આમ લોક્સભાની ચૂંટણી પહેલા જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાજપે મોટી સફળતા હાંસલ કરી છે.
૧૬ બેઠકો માટે ભાજપ દ્વારા ૧૬ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જે મેન્ડેટ જાહેર થયા બાદ વર્તમાન ચેરમેન શામળ પટેલ અને તેમની ટીમ ઉપરાંત રાજકીય અગ્રણીઓએ ડેરીમાં ચૂંટણીના બદલે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવે એ માટે પ્રયાસો શરુ કર્યા હતા. જેમની અપીલ કરવા સાથે જ ચૂંટણી બદલે બિનહરીફ ઉમેદવારો વિજય કરવાની શરુઆત એક બાદ એક થવા લાગી હતી.
જોકે માલપુર બેઠક બિનહરીફ નહીં રહેવાને લઇ ચૂંટણી યોજાશે. માલપુર બેઠક પર જશુ પટેલ અને હસમુખ પટેલ વચ્ચે ટક્કર જામશે. હસમુખ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યુ છે. તો બીજી તરફ જશુ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. જશુ પટેલ સાબરડેરીમાં પૂર્વ ડિરેક્ટર રહેવા સાથે સહકારી ક્ષેત્રમાં પણ વર્ચસ્વ ધરાવે છે. આવી સ્થિતિમાં એક બેઠક માટે યોજાનારી ચૂંટણીને લઈને પણ રસાક્સી રહી શકે છે.
બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર
હિંમતનગર-૧ વિભાગ: જેઠાભાઈ પ્રભુદાસભાઈ પટેલ, જામળા
હિંમતનગર-૨ વિભાગ: ડો વિપુલ રમણભાઈ પટેલ, ઠુમરા
ઈડર-૧ વિભાગ: કેતન નારાયણદાસ પટેલ, અરોડા
ઈડર-૨ વિભાગ: અશોક રેવાભાઈ પટેલ, લાલપુર
ખેડબ્રહ્મા વિભાગ: રામભાઈ ડાહ્યાભાઈ પટેલ, વાસણા
વડાલી વિભાગ: ૠતુરાજ ડાહ્યાભાઈ પટેલ, વડાલી
પ્રાંતિજ વિભાગ: મણીભાઈ ઈશ્ર્વરભાઈ પટેલ, અંબાવાડા
તલોદ વિભાગ: ભોગીલાલ રમણલભાઈ પટેલ, કાલીપુરા
મોડાસા-૧ વિભાગ: શામળભાઈ મુળચંદભાઈ પટેલ, જીતપુર
મોડાસા-૨ વિભાગ: સચિન અરવિંદભાઈ પટેલ, મલેકપુર
ધનસુરા વિભાગ: કાંતિભાઈ સોમાભાઈ પટેલ, ધનસુરા
બાયડ-૨ વિભાગ: સુભાષ નાથાભાઈ પટેલ, રણેચી
બાયડ-૧ વિભાગ: શામળભાઈ બાલાભાઈ પટેલ, પીપોદરા
મેઘરજ વિભાગ: જયંતીભાઈ ભીખાભાઈ પટેલ, પાલ્લા ઢૂંઢા
ભિલોડા વિભાગ: કાંતિભાઈ નવજીભાઈ પટેલ, ભિલોડા