ગોધરા,
પંચમહાલ જીલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા સામે સત્તાના દુરઉપયોગ કરવાના મામલે પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તે નામંજુર કરવામાં આવી.
પંચમહાલ જીલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા વિરૂદ્ધ સત્તાના દુરઉપયોગ કરવાના મામલે આઈ.પી.સી. 217,218 અને એસીબીની કલમ હેઠળ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાને અગાઉ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આગોતરા જામીન મંજુર થયા બાદ પોલીસ મથકે હાજર થયેલ તત્કાલીન કલેકટરના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજુર કરવામાં આવ્યા. સત્તાના દુરઉપયોગના મામલે હાજર થયેલ તત્કાલીન કલેકટરે એસ.કે.લાંગા એ તેમના પર લાગેલા આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું.