ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં 72 એકર જમીન એસ.કે.લાંગા અને તેમના બિલ્ડર મિત્રોની.

  • પૂર્વ IAS એસ.કે.લાંગાની કરોડની જમીનને લઇને મહત્વનો ખુલાસો
  • ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં આવેલી છે લાંગાની જમીન

પૂર્વ IAS એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં રજૂ કરાયો હતો અને તેના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એસ.કે.લાંગાની કરોડની જમીનને લઇને મહત્વની વિગતો સામે આવી છે.

લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો છે
ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં લાંગાની જમીન આવેલી છે.  72 એકર જમીન એસ.કે.લાંગા અને તેમના બિલ્ડર મિત્રોની છે તેમજ વિરોજા ગામમાં એસ.કે.લાંગાની જમીનના 7-12ના ઉતારા પણ મળ્યા છે. વટામણ-તારાપુર રોડ પર એસ.કે લાંગાની કરોડો રૂપિયાની જગ્યા છે. થોડા દિવસ પહેલા SITએ આ જમીનની તપાસ કરી હતી. લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો છે.  

સ્થાનિકોનો લાંગા પર આરોપ
સરકારી ખરાબાની જમીન પોતાના નામે કર્યાનો સ્થાનિકોનો આરોપ છે તેમજ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડ્યાનો પણ લાંગા પર ગંભીર આરોપ છે. અત્રે જણાવીએ કે, અંબાપુર ગામમાં જવાનો રસ્તો પણ બંધ લાંગા બંધ કરી નાંખ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે

શું છે એસ કે લાંગા કેસ?
એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેમની ધરપકડ કરી હતી. લાંગા અત્યારે પોલીસ રિમાન્ડ પર છે