હૃતિક રોશન અને સુઝેન ખાનનો પુત્ર રેહાન રોશન ૧૭ વર્ષનો થઈ ગયો છે. રેહાને ૨૮મી માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે સુઝેન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પુત્ર રેહાનને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોઝમાં સુઝેન રેહાનને ગાલ પર ક્સિ કરતી અને તેને ગળે લગાવતી જોવા મળે છે. આ સિવાય સુઝેને તેના નાના પુત્ર હિદાન રોશન સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.
સુઝેન ખાને જૂના ફોટા અને વીડિયો સાથે પોસ્ટ શેર કરી અને લખ્યું મારા જીવનની સૌથી મોટી બ્રાઇટ લાઈટ રે ને જન્મદિવસની શુભેચ્છાઓ હું જાણું છું કે ભગવાન મને ખૂબ પ્રેમ કરે છે કારણ કે તેમણે મને તારા જેવો પુત્ર આપ્યો, મને તારા પર ગર્વ છે.
પ્રીતિ ઝિંટાએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું- હેપ્પી બર્થડે માય ડાલગ! આ પોસ્ટ પર અભિષેક બચ્ચને પણ રેડ હાર્ટ પોસ્ટ કર્યું હતું. તે જ સમયે, સુઝાનના ભાઈ ઝાયેદ ખાને લખ્યું – હેપ્પી હેપ્પી બર્થ ડે માય ડાર્લિંગ બિગ બોય રેહાન! તમે ૧૭ વર્ષના થયા છો. અમને બધાને તારા પર ખૂબ ગર્વ છે રોકસ્ટાર! આ સિવાય કરિશ્મા કપૂરે લખ્યું- તમારો દિવસ આનંદમય પસાર થાય! હેપી બર્થડે બિગ બોય!
રેહાન રોશન હૃતિક અને સુઝેનનો મોટો પુત્ર છે. બંનેએ વર્ષ ૨૦૦૦માં બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા. સુઝેને ૨૦૦૬માં રેહાનને જન્મ આપ્યો હતો. ૨૦૦૮માં નાના પુત્ર હિદાનનો જન્મ થયો હતો. સુઝેન અને હૃતિક રોશન ૨૦૧૩માં અલગ થઈ ગયા હતા. હાલમાં હૃતિક એક્ટર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.