સિદ્ધાર્થ આનંદની ડાયરેક્ટ એરિયલ ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રહેલી થવા જઈ રહી છે. વર્ષ 2024ની મોસ્ટ અવેલેટેડ ફિલ્મોમાંથી એક ફાઈટર પણ છે. જોકે ફિલ્મને રિલીઝ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ની આ ફિલ્મ યુએઇ સહિત મોટા ભાગના ગલ્ફ દેશોમાં રિલીઝ થઈ શકશે નહીં.
સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર વર્લ્ડ રિલીઝ થવાની હતી. જેમાં અરબ દેશનો પણ સમાવેશ થતો હતો. પરંતુ જીસીસી એટલે કે ધ ગલ્ફ કો-ઓપરેશન કાઉંસિલના સેંસર બોર્ડે ફિલ્મને અપ્રુવ નથી કરી. જાણવા મળતી માહિતી અનુસાર 10 જાન્યુઆરીએ ફાઈટરનું સ્ક્રીનિંગ જીસીસીના સેંસર બોર્ડ સામે કરવામાં આવ્યું હતું પરંતુ 23 તારીખ સુધી ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. જેનો અર્થ થાય છે કે જો સર્ટિફિકેટ નહીં મળે તો ગલ્ફ દેશોમાં આ ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે.
જો ફિલ્મ ગલ્ફ દેશોમાં રિલીઝ નહીં થાય તો ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શન પર અસર થશે. જોકે હજુ સુધી એ વાત પણ સામે નથી આવી કે કોઈ કારણસર ફિલ્મને સર્ટિફિકેટ મળ્યું ન હોય. હાલ તો અપ્રુવલ ન મળવાના કારણે ગલ્ફ દેશોમાં ફિલ્મ ફાઈટરની રીલીઝ પર તલવાર લટકી રહી છે.
ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરને ભારતમાં એડવાન્સ બુકિંગથી જોરદાર કમાણી થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલ ચેંસમાં ફિલ્મની અત્યાર સુધીમાં 70000 ટિકિટ વેચાઈ ચૂકી છે. સાથે જ ફિલ્મને પહેલા દિવસે 25 કરોડથી વધુનું ઓપનિંગ મળી શકે છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ એક્શન ફિલ્મને સોશિયલ મીડિયા પર પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.