રશિયા-યુક્રેન યુદ્ધ વિરામને લઈને હાલમાં કોઈ આશા નથી, યુનોની સુરક્ષા પરિષદનો વિસ્તાર જરૂરી: એન્ટોનિયો ગુટેરેસ

વોશિગ્ટન,

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અંગે અસરકારક શાંતિ મંત્રણાની સંભાવના અંગે બહુ આશાવાદી નથી. ગુટેરેસે કહ્યું કે હું નજીકના ભવિષ્યમાં શાંતિ વાટાઘાટોની શક્યતા લાગતી નથી. મને લાગે છે કે બન્ને દેશ વચ્ચે યુદ્ધ હજુ ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, યુનોની સુરક્ષા પરિષદના વિસ્તરણની સંભાવના પર હવે “ગંભીરતાથી વિચારણા” કરવામાં આવી રહી છે. જોકે, તેમણે વીટોના ??અધિકારના મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી.

યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું હતું કે સયુંક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તરણની સંભાવના પર હવે “ગંભીરતાથી વિચારણા” કરવામાં આવી રહી છે. જોકે, તેમણે વીટોના ??અધિકારના મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી. ગુટેરેસે વિસ્તરણની સંભાવનાને લઈને એમ પણ કહ્યું, કે, મુખ્ય પ્રશ્ર્ન સુરક્ષા પરિષદની રચના અને વીટોના ??અધિકાર સાથે સંબંધિત છે. હવે વિસ્તરણ કરવાની વાત સુરક્ષા પરિષદના સભ્ય દેશોની વચ્ચેની વાત બની છે. આ વાટાઘાટોમાં સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયનો કોઈ પ્રભાવ રહ્યો નથી.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તરણ અંગે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યુ કે, ગત સપ્ટેમ્બરમાં, પ્રથમ વખત યુએસ અને રશિયા તરફથી સ્પષ્ટ સંકેત સાંપડ્યો છે કે, તેઓ સુરક્ષા પરિષદના કાયમી સભ્યોની સંખ્યા વધારવાના પક્ષમાં છે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૧૦ મહિનાનો સમય થયો છે. હાલની સ્થિતિને જોતા યુદ્ધ કઈ દિશામાં જશે તે કહેવું બહુ મુશ્કેલ છે. વિશ્ર્વના તમામ દેશો ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે બંધ થવુ જોઈએ. પીએમ મોદીએ, બન્ને દેશને તમનો મુદ્દો યુદ્ધ દ્વારા નહી પણ કૂટનીતિથી ઉકેલવાની સલાહ આપી છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વોર રૂમમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે યુક્રેન સામેના યુદ્ધની આગેવાની ખુદ પુતિને સંભાળી છે. આ વાત પુતિનના નજીક ગણાતા મારિયા બુટિનાએ કહી છે, કે હવે જ્યારે પુતિને આગેવાની લીધી છે તો રશિયા દરેક કિંમતે યુદ્ધને જીતશે.

તેમણે કહ્યું કે રશિયા પહેલા પરમાણુ શોનો ઉપયોગ કરવા નથી માંગતું, પરંતુ જરૂર પડ્યે પોતાના બચાવ માટે તમામ હથિયારોનો ઉપયોગ કરશે તેમ લાગે છે. રશિયન નેતા અને પુતિનના નજીકના સાથી ગણાતા બુટિનાએ તાજેતરમાં જ કહ્યું, અમે જાણીએ છીએ કે પરમાણુ હથિયારનો ઉપયોગ ક્યારે કરવો. રશિયાની નજર અમેરિકાના તેમજ નાટોના પરમાણુ હથિયારો ઉપર છે. યુક્રેન યુદ્ધની વચ્ચે વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, હવે માત્ર રશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં જે મોટા ફેરફારો થઈ રહ્યા છે તે સારા માટે છે. તેમણે કહ્યું કે રશિયન ફેડરેશનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને સમગ્ર વિશ્ર્વ પણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પુતિન માને છે કે આ પરિવર્તન વધુ સારા માટે છે. ચોક્કસપણે પુતિનનો ઈશારો વિશ્ર્વ વ્યવસ્થા તરફ છે.