
સુરત, રશિયા અને યુક્રેન યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના યુવકનું યુક્રેનના હુમલામાં મોત થયુ છે. ૨૩ વર્ષીય હેમિલ માંગુકિયાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. યુવાન રશિયન સેનાના હેલ્પર તરીકે જોડાયેલો હતો.
હેમિલ ડિસેમ્બર ૨૦૨૩માં રશિયા ગયો હતો. જેમાં ૨૧ ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઈલ હુમલામાં મોત થયુ છે. ૨૧ ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન બોર્ડર પર ડોનેટ્સક વિસ્તારમાં આ બનાવ બન્યો છે. યુવાનને યુક્રેનિયન એર સ્ટ્રાઈકમાં રશિયન આર્મી દ્વારા સિક્યોરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૨૩ વર્ષીય યુવક હેમિલ માંગુકિયા મિસાઈલ ત્રાટકવાથી માર્યા ગયા છે.
અમેરિકન ઈન્ટેલિજન્સ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યારસુધીમાં ૩ લાખ ૧૫ હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ થયેલા આ યુદ્ધ પહેલાં રશિયન આર્મીમાં ૩ લાખ ૬૦ હજારથી વધુ સૈનિકો હતા. એક અહેવાલ પ્રમાણે યુદ્ધમાં ૮૭% રશિયન સૈનિકો માર્યા ગયા છે.