
મોસ્કો, રશિયાના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કૅન્સરની રસી તૈયાર કરશે તેવો દાવો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કર્યો છે. એટલું જ નહીં કૅન્સરના દર્દીઓને વહેલીતકે રસી મળી શકશે તેવો દાવો પણ તેમણે કર્યો છે. જોકે પ્રસ્તાવિત રસી ક્યારથી મળશે અને કયા પ્રકારનું કૅન્સર રોકી શકશે તે અંગે ખુલાસો તેમણે નથી કર્યો.લોકો સુધી કેવી રીતે રસી પહોંચશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. મોસ્કો ફોરમ ઓન ફ્યૂચર ટૅક્નોલોજી દરમિયાન ટેલિવિઝન પ્રસારણમાં પુટિને રસી અંગે માહિતી આપી હતી.
ભારતમાં ૨૦૨૨માં કૅન્સરના ૧૪.૧૩ લાખ નવા કેસ સામે આવ્યા હતા. તેમાં ૭.૨૨ લાખ મહિલાઓ જ્યારે ૬.૯૧ લાખ પુરુષોને કૅન્સર હોવાનું બહાર આવ્યું હતું. ૨૦૨૨માં ૯.૧૬ લાખ દર્દીઓનાં કૅન્સરથી મૃત્યુ થયું હતું.
બ્રિટિશ સરકારે જર્મનીની બાયોએનટેક્ કંપની સાથે કૅન્સરની રસી માટે કરાર કર્યો છે. ૨૦૩૦ સુધી ૧૦ હજાર કૅન્સરદર્દીના ઉપચારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.મૉડર્ના અને મર્ક કંપની ચામડીના કૅન્સરની રસી બનાવી રહી છે. મૃત્યુની આશંકા અડધી રહેશે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે સર્વાઇકલ, હિપેટાઇટિસ બી કૅન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઈરસ માટે ૬ રસી ઉપલબ્ધ છે.