રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ, યુક્રેન પર હુમલાને યોગ્ય ગણાવાય છે, ગેરહાજર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી


મોસ્કો
રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે.

મૉસ્કોમાં આ પ્રકારના વિશેષ વર્ગમાં ગેરહાજર રહેનાર ૧૦ વર્ષીય વાર્યા શોલિકરના રિપોર્ટને યૂથ વેલફેર ઓફિસને મોકલાયો હતો. ત્યારબાદ તેના માતા-પિતાને ઓફિસે બોલાવીને જબરદસ્તીથી મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરાવાયું હતું. તેના ઘરની પણ તપાસ કરાઇ હતી. ઘરમાં અંદર થઇ રહેલા લીલા અને પીળા રંગને આપત્તિજનક દર્શાવાયો હતો, કારણ કે આ રંગ યુક્રેનના વજમાં છે.

બાળકીના લેપટોપ અને ઇન્ટરનેટ ગતિવિધિઓની તપાસ કરાઇ હતી. આરોપ કરાયો કે બાળકી લેપટોપ પર ઉગ્રવાદી ચેનલ જોઇ રહી હતી તેમજ સોશિયલ મીડિયા પર યુક્રેન સમથત મીમ્સ પોસ્ટ કરી રહી હતી. આવા વર્ગથી દૂર રહેનારા શિક્ષકોને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષક તાટયાના ચેરવેક્ધો પર ટ્રાયલ ચાલી રહી છે.

સ્કૂલમાં કામકાજમાં સરકારની દખલની ટીકા કરનારા શિક્ષક રાઉસચન વલીઉલીનની હકાલપટ્ટી કરાઇ હતી. તેમણે કહ્યું કે તે કોર્ટ જઇ શકે છે પરંતુ ડર છે કે સ્કૂલે પરત ફર્યા બાદ વોચ રખાશે. આ બધાથી બચવા માટે તેઓ કિગસ્તાન જઇ રહ્યાં છે.