રસિયા પાસે સસ્તું તેલ માંગતું પાકિસ્તાન પીઠ પાછળ યુક્રેન સાથે પ્લાનિંગ કરી રહ્યું છે

ઈસ્લામાબાદ,

એક તરફ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થા બચાવવા માટે રશિયાની મદદ માંગી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેનને મદદ કરીને છેતરપિંડી કરી રહ્યું છે. અહેવાલ પ્રમાણે ડૂબતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે રશિયા પાસેથી સબસિડીવાળા દરે તેલ ખરીદવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને યુક્રેનને સ્થાનિક રીતે ઉત્પાદિત શો છૂપી રીતે સપ્લાય કરીને મોસ્કોની પીછેહઠ કરી છે.

મળતા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, માર્ચના અંત સુધીમાં રશિયા પાસેથી તેલ ખરીદવાના સોદાને આગળ વધારવા માટે ઈસ્લામાબાદમાં ૨૦ જાન્યુઆરીએ પાકિસ્તાન-રશિયા ઈન્ટર-ગવર્નમેન્ટલ કમિશન ઓન ટ્રેડ એન્ડ ઈકોનોમિક, સાયન્ટિફિક એન્ડ ટેક્નોલોજીકલ કોઓપરેશનનું આઠમું સત્ર યોજાયું હતું. આ સત્રની સહ-અધ્યક્ષતા પાકિસ્તાનના આથક બાબતોના પ્રધાન અયાઝ સાદિગ અને રશિયાના ઉર્જા પ્રધાન નિકોલે શુલગિનોવ દ્વારા કરવામાં આવી હતી અને રશિયાના વેપારી સમુદાયના સભ્યો સહિત ૮૦-સભ્ય પ્રતિનિધિમંડળે હાજરી આપી હતી. બંને સરકારો દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ‘ઉર્જા સહકાર માટે વ્યાપક યોજના’ પર કામ કરવા સંમત થયા છે, જેને આ વર્ષે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

પાકિસ્તાન અને રશિયા બંને દેશો વચ્ચેના માલસામાનના કસ્ટમ મૂલ્યના ડેટા અને એરોનોટિકલ ઉત્પાદનો પર કાર્યકારી કરાર સહિત કસ્ટમ બાબતો પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, જિયોપોલિટીક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ‘પાકિસ્તાન કેસ્ટ્રાલ નામની કંપની દ્વારા યુક્રેન અને રશિયાની આસપાસના અન્ય દેશોને દારૂગોળો સપ્લાય કરીને પણ કમાણી કરી રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, કેસ્ટ્રેલના સીઈઓ લિયાક્ત અલી બેગ મે અને જૂન ૨૦૨૨માં પોલેન્ડ, રોમાનિયા અને સ્લોવાકિયા ગયા હતા.

તેના બદલામાં પાકિસ્તાને એમઆઇ-૧૭ હેલિકોપ્ટરમાં વપરાતા તેમના ટીવી ૩-૧૧૭ વીએમ એન્જિન’ની સેવા અને સમારકામ માટે યુક્રેનની મદદ માંગી છે. રશિયા પ્રત્યે પાકિસ્તાનના દંભી વલણનું આ પહેલું ઉદાહરણ નથી. પાકિસ્તાને કથિત રીતે ૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં યુએસની આગેવાની હેઠળના પ્રોક્સી યુદ્ધને ટેકો આપ્યો હતો, જે ‘મુજાહિદ્દીન’ ને તાલીમ, સશ અને નિયંત્રણના સાધન તરીકે અગાઉના યુએસએસઆર સામે લડ્યા હતા, જેમાં લગભગ રશિયન ૧૫,૦૦૦ લોકો માર્યા ગયા હતા.