રશિયાનો કિવ પર મિસાઇલ બાદ બલૂન એટેક’, યુક્રેની સેનાએ બલૂન તોડી પાડ્યું

મોસ્કો,

લગભગ એક વર્ષથી યુક્રેન પર આક્રમણ ચાલુ હોવા છતા રશિયન સેના હજુ પણ પૂર્વીય ભાગમાં સમગ્ર રક્ષા ક્ષેત્રમાં ઘૂસવા માટે સંઘર્ષ કરી રહી છે. યુક્રેને બુધવારે જણાવ્યું હતું કે, તેના એર ડિફેન્સ યુનિટે રાજધાની કિવ પર દેખીતી રીતે રશિયા દ્વારા છોડવામાં આવેલા અડધા ડઝન બલૂન શોધ્યા  છે. તેણે તેમાંથી મોટાભાગનાને તોડી પાડ્યા છે. કિવના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બલૂન અમારા હવાઈ ડિફેન્સને શોધવા અને તેને દૂર કરવા માટે લોન્ચ કરવામાં આવ્યા હતા.

કિવ પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોટાભાગની તપાસને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે અને આકાશમાં બલૂનની હાજરીને કારણે યુક્રેનિયન રાજધાનીમાં સાયરન વગાડવામાં આવે છે, જે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે શહેર પર મિસાઇલો છોડવામાં આવે છે.

યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તા યુરી ઇગ્નાટે કહ્યું હતું કે, રશિયા યુક્રેનની એરક્રાટ ડિફેન્સ મિસાઇલોનો નાશ કરવા માટે બલૂનનો ઉપયોગ કરે છે. ગયા ફેબ્રુઆરીમાં રશિયન આક્રમણની શરૂઆત થઈ ત્યારથી યુક્રેનિયન અધિકારીઓએ વારંવાર રશિયન બલૂન દેશના એરસ્પેસ પર ઉડતા હોવાના અહેવાલ આપ્યો છે.

મોસ્કો સાથે વધતા તણાવ વચ્ચે પડોશી મોલ્ડોવાએ મંગળવારે હવામાનના બલૂન જેવા ઉડતા પદાર્થની હાજરીને કારણે તેની એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ એલર્ટ પર છે કારણ કે ચીનમાં એક વિશાળ સફેદ બલૂનને ફેબ્રુઆરીની શરૂઆતમાં પૂર્વ કિનારે તોડી પાડવામાં આવ્યું હતું.

રશિયન આટલરી, ડ્રોન અને મિસાઇલો મહિનાઓથી યુક્રેનના કબજા હેઠળના પૂર્વીય વિસ્તારોમાં સતત બોમ્બમારો કરીને તબાહી મચાવી રહી છે. શિયાળાની ૠતુને કારણે સંઘર્ષ ધીમો પડી ગયો હતો. જો કે, અધિકારીઓ અને વિશ્લેષકો માને છે કે યુદ્ધ હવે એક વળાંક પર છે.તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ડનિટ્સ્ક, ખેરસન, લુહાન્સ્ક અને ઝાપોરિઝ્ઝ્યાના પૂર્વીય વિસ્તારોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રેમલિન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યા હતા. ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રાંત ૨૦૧૪થી રશિયા તરફી અલગતાવાદીઓના નિયંત્રણમાં છે.

ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સ દ્વારા ચલાવવામાં આવતી મેડિકલ ટ્રેનોમાં દર્દીઓનું પરિવહન કરે છે. આ ટ્રેનો દર્દીઓને યુક્રેનના સુરક્ષિત વિસ્તારોમાં લઈ જાય છે. તે દરમિયાન, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, યુક્રેન સાથી દેશો દ્વારા આપવામાં આવતા દારૂગોળોનો ઝડપથી ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, લડાઈ બંને પક્ષો પરના શસ્ત્રોનો ભંડાર ખતમ કરી રહી છે.

યુએસની એક થિંક ટેંકે કહ્યું છે કે, યુક્રેનના પૂર્વ ભાગમાં સ્થિત બખ્મત શહેરને કિવ દ્વારા વધુને વધુ સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે, જ્યારે તે મહિનાઓથી પૂર્વીય ક્ષેત્રમાં રશિયાના સૈન્ય અભિયાનનું મુખ્ય નિશાન છે. ધ એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના નવા મતદાન અનુસાર, યુક્રેનને શસ્ત્રો અને સીધી આર્થિક સહાય પૂરી પાડવા માટે અમેરિકન લોકોમાં સમર્થન ઓછું થઈ ગયું છે. સર્વેમાં સામેલ ૪૮ ટકા લોકો યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની તરફેણમાં છે, જ્યારે ગયા વર્ષે મે મહિનામાં ૬૦ ટકા હતા.