રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહોંચ્યા ઉત્તર કોરિયા, ૨૪ વર્ષમાં પહેલી મુલાકાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વહેલી સવારે ઉત્તર કોરિયા પહોંચી ગયા છે. રશિયાએ કહ્યું છે કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વેગ મળશે. સવારના થોડા સમય પહેલા, રશિયન ટીવીએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને પ્યોંગયાંગના એરપોર્ટ પર પુતિનનું સ્વાગત કરતા બતાવ્યું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને પછી ગળે મળ્યા. આ પછી પુતિનને કાફલા સાથે રશિયન વજથી શણગારેલી શેરીઓમાં લઈ જવામાં આવ્યા હતા. ૨૪ વર્ષમાં પુતિનની ઉત્તર કોરિયાની આ પ્રથમ મુલાકાત છે.

તાજેતરમાં, ઉત્તર અને દક્ષિણ કોરિયાના સૈનિકો વચ્ચે સરહદ અથડામણથી ક્ષેત્રીય સુરક્ષા અંગે ચિંતા વધી છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી રશિયા અને ઉત્તર કોરિયાની સ્થાપના થઈ ત્યારથી જ રશિયા અને ઉત્તર કોરિયા સાથી છે અને ૨૦૨૨ માં રશિયાના યુક્રેન પરના આક્રમણને પગલે પશ્ર્ચિમે પુતિનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કર્યા ત્યારથી બંને દેશો નજીક આવ્યા છે.

યુએસ અને તેના સહયોગીઓએ ઉત્તર કોરિયા પર રશિયાને યુક્રેનમાં ઉપયોગ માટે બેલેસ્ટિક મિસાઇલો સહિત મહત્વપૂર્ણ હથિયારો પૂરા પાડવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોરિયાએ રશિયાને લશ્કરી હાર્ડવેર સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમની મુલાકાત પહેલા પુતિને યુદ્ધના પ્રયાસમાં મદદ કરવા બદલ કિમની સરકારનો આભાર માન્યો હતો.

“અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ કે ડીપીઆરકે (ઉત્તર કોરિયા) યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાનોને મજબૂતપણે સમર્થન આપી રહ્યું છે,” પુતિને ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા દ્વારા મંગળવારે પ્રકાશિત થયેલા એક લેખમાં કહ્યું. રશિયા અને ઉત્તર કોરિયા “હવે સક્રિયપણે બહુપક્ષીય ભાગીદારી વિક્સાવી રહ્યા છે,” પુટિને લખ્યું.

બંને દેશો સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો હેઠળ છે  ઉત્તર કોરિયા તેના પ્રતિબંધિત પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને કારણે ૨૦૦૬ થી પ્રતિબંધો હેઠળ છે, જ્યારે રશિયા પર યુક્રેન પરના હુમલાઓને કારણે પ્રતિબંધિત છે.

દક્ષિણ કોરિયા સાથે યુક્રેનના સુરક્ષા હિતોને લઈને પુતિનની મુલાકાત અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. બે કોરિયાઓ ૧૯૫૦-૫૩ના સંઘર્ષથી તકનીકી રીતે યુદ્ધમાં છે, અને તેમને વિભાજિત કરતી સરહદ વિશ્ર્વની સૌથી વધુ મજબૂત કિલ્લેબંધીમાંની એક છે.

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ યુક્રેનિયન લક્ષ્યો પર હુમલો કરવા માટે કરવામાં આવી રહ્યો છે (અને) અહીં કેટલીક પારસ્પરિક્તા હોઈ શકે છે.”

તે સુરક્ષા ચિંતાઓ પર પ્રકાશ પાડતા, દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ઉત્તર કોરિયાના સૈનિકો પર ચેતવણીના ગોળીબાર કર્યા હતા જેમણે થોડા સમય માટે મંગળવારે સરહદ પાર કરી હતી અને પછી પીછેહઠ કરી હતી.

દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું હતું કે તે માને છે કે ઉત્તર કોરિયાના સૈનિકોએ આકસ્મિક રીતે સરહદ પાર કરી હતી કારણ કે તેઓ સરહદને મજબૂત બનાવી રહ્યા હતા. એ પણ કહ્યું કે જો કે લેન્ડમાઇન વિસ્ફોટ બાદ તેમાંના કેટલાક ઘાયલ થયા હતા.