મોસ્કો, લગભગ દોઢ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ હવે વધુ એક મોટું પગલું ભર્યું છે . રશિયા હવે તેના નજીકના દેશ બેલારુસમાં તેના પરમાણુ બોમ્બ તૈનાત કરવા જઈ રહ્યું છે.
જેના કારણે સમગ્ર વિશ્ર્વમાં તણાવ વધી ગયો છે. કારણ કે આ પહેલીવાર છે જ્યારે રશિયા આટલું મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રશિયાનું આ પગલું પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મોસ્કોનો વિશ્ર્વની સામે સ્પષ્ટ સંદેશ છે કે ગમે તે થાય, રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાંથી પાછળ નહીં હટે.
રશિયા આ વર્ષે જુલાઈથી બેલારુસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવવાનું શરૂ કરશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેક્ધો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ દરમિયાન બંને રાષ્ટ્રપતિઓએ ઘણી બાબતો પર દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. રશિયા દ્વારા તૈનાત કરવામાં આવી રહેલા આ પરમાણુ બોમ્બનું નિયંત્રણ સંપૂર્ણપણે રશિયા પાસે રહેશે. તમને જણાવી દઈએ કે રશિયા પહેલો દેશ નથી જે આટલું મોટું પગલું ભરી રહ્યું છે. આ પહેલા અમેરિકા પણ યુરોપમાં ઘણી જગ્યાએ પોતાના પરમાણુ બોમ્બ તૈનાત કરી ચૂક્યું છે.
યુક્રેન પર રશિયાના આક્રમણથી, વિશ્ર્વ ત્રીજા વિશ્ર્વ યુદ્ધની અણી પર ઉભું છે. આવા સમયે રશિયાના આ પગલાથી સમગ્ર વિશ્ર્વની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. રશિયાનું આ પગલું સ્પષ્ટપણે યુક્રેન વિરુદ્ધ તેના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની દિશામાં એક મોટો સંકેત છે.
બેલારુસમાં રશિયા જે બોમ્બ તૈનાત કરી રહ્યું છે તે હિરોશિમા અને નાગાસાકી પર વપરાતા બોમ્બ કરતાં ત્રણ ગણા વધુ ખતરનાક છે. અહેવાલો અનુસાર, હિરોશિમા અને નાગાસાકી પર તેનું વજન ૧૬ અને ૨૧ કિલો હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો લુકાશેક્ધોની વાત સાચી હોય તો બોલારુસમાં તૈનાત કરવામાં આવેલા બોમ્બ ૪૮ થી ૬૩ કિલો ટનના છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ બોમ્બ કેટલા ખતરનાક હશે.
રશિયા દ્વારા આટલું મોટું પગલું ભરવા પાછળ સ્પષ્ટ છે કે પુતિન પશ્ર્ચિમી દેશો અને નાટો દેશોને મોટો સંદેશ આપવા માંગે છે. હકીક્તમાં યુક્રેન સાથેના યુદ્ધમાં બ્રિટને હાલમાં જ યુક્રેનને યુરેનિયમ આપવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન અમેરિકા તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા હતા કે તેણે યુક્રેનને યુરેનિયમ આપવાની તૈયારી પણ કરી લીધી છે. બેલારુસના એક નિવેદન અનુસાર પુતિનનો આ નિર્ણય પશ્ર્ચિમી દેશોની આક્રમક નીતિ વિરુદ્ધ લેવામાં આવ્યો છે. પુતિન આના દ્વારા એક મજબૂત સંદેશ આપવા માંગે છે કે પશ્ર્ચિમી દેશોએ આગળ વધતા પહેલા વિચારવું જોઈએ.