મોસ્કો,
રશિયાએ વર્તમાનમા યુક્રેન પર ૧૨૦થી વધુ મિસાઇલોનો હુમલો કર્યો હતો.જે હુમલાના લીધે સમગ્ર યુક્રેન હતપ્રભ થઈ ગયું હતું.આ હુમલાનું મુખ્ય લક્ષ્યાંક યુક્રેનનું એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું.રશિયાની ૬૯ મિસાઇલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરને ટાર્ગેટ બનાવીને છોડાઈ હતી,જ્યારે યુક્રેને તેમાથી ૫૪ મિસાઇલને તોડી પાડી હતી.આમ રશિયાના પ્રહારમાં બેના મોત થયા છે,જ્યારે યુક્રેનના કેટલાય શહેરો ખંડર સમાન બની ગયા છે.
રશિયાએ મિસાઇલ હુમલો કરતા પહેલા રાત્રે વિસ્ફોટક ડ્રોન રવાના કર્યા હતા.રશિયાએ છોડેલા આ મિસાઇલ હવામાંથી અને દરિયામાંથી સવારે છોડવામાં આવ્યા હતા.યુક્રેનના લશ્કરે રશિયાના મિસાઇલ હુમલાને ખાળવાનો કે તેને ખતમ કરવાનો સફળતા દર વધાર્યો છે,પરંતુ તે હજી પણ સંપૂર્ણપણે યુક્રેનની રક્ષા કરી શકે તેટલો ન હોવાથી તેના અનેક શહેરો ખંડેર બની ગયા છે.જેમાં કેટલાય શહેરોમાં વીજપુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને પાણી કાપ મૂકાયો છે.