રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને કરોડોનું વળતર અપાશે

સુરતમાં વેલંજાના ઉમરા નજીક શિવબંગ્લોઝમાં રહેતો ૨૩ વર્ષીય હેમિલ માંગુકિયા રશિયાના લશ્કરમાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયો હતો. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે યુક્રેનના એક ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું. એની સાથે દેશના અન્ય ભાગોથી યુવાનો રશિયાની સેનામાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયા હતા.

રશિયામાં ૬ મહિના પૂર્વે યુક્રેનના હવાઇ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલ માંગુકિયાના પિતા અશ્ર્વ્નિ માંગુકિયાએ રશિયાનું નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે. માર્ચમાં જ્યારે અશ્વિનભાઈ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતર પેટે ૧. ૩ કરોડ રૂપિયા અને રશિયાની નાગરિક્તા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના ૧૮ વર્ષ થતાં સુધી માસિક ૧૮ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાશે.અશ્ર્વ્નિ માંગુકિયાએ જણાવ્યું કે તેમણે રશિયામાં બેક્ધ ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં મારા ખાતામાં ૪૫ લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા. તેમના હેમિલની સાથે ચાર ભારતીયો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા.

રશિયાએ મને અને મારી પત્નીને રશિયાની નાગરિક્તા આપવાની ઓફર કરી છે. રશિયાએ અમને ૧.૩૦ કરોડ રૂપિયા વળતર આપવાનું કહ્યું હતું. જેમાંથી ૪૫ લાખ રૂપિયા ત્યાંની બેંકમાં જમા કરાવ્યા હતા. હવે પૂરા રૂપિયા જમા થયા બાદ હું રશિયાની નાગરિક્તા મેળવવાની પ્રોસેસ કરીશ. રૂપિયા માટે તેમણે ૩ મહિનાનું જણાવ્યું હતું, હજુ એક વખત રશિયા જઇશ. પ્રોસેસ પૂરી થયા બાદ હું ભારતની નાગરિક્તા છોડી દઇશ.