ૠષિકેશ પટેલ ‘અમિત શાહ’ પર લાલઘુમ, ભાજપના આગેવાનનો રીતસર ઉધડો લીધો

અમદાવાદ, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં માઈક્રોપ્લાનિંગ કરાઈ રહ્યું છે. ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજન કર્યું છે . પાર્ટીએ દરેક બેઠક માટે ૫ લાખની લીડ નક્કી કરી છે. આ માટે ભાજપ ઓપરેશન લોટસ પણ ચલાવી રહી છે. ગુજરાતમાં ભાજપે અન્ય પાર્ટીઓના કદાવર નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માટે એક કમિટી પણ બનાવી છે. આ સમયે જ એક એવી ઘટના ઘટી છે જે ચર્ચામાં આવી છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ અમદાવાદ જિલ્લાના પ્રભારી છે લોક્સભાની ચૂંટણીને લઈને અમદાવાદ લોક્સભા બેઠકના માઇક્રો પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોઈ કારણોસર ૠષિકેશ પટેલને બોલાવવાનું ભૂલાઈ ગયું હતું. આખરે આ અંગેની જાણ થતાં તાબડતોડ ૠષિકેશ પટેલ છેલ્લી ઘડીએ બેઠકમાં પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનોને રીતસર ઉધડો લીધો હતો. જેઓને એડવાન્સમાં આ મામલે જાણ કરવા માટે પણ ટકોર કરી હતી. અમદાવાદ લોક્સભાની બેઠકનો પ્રભાર ૠષિકેશ પટેલના હાથમાં છે.

ગુજરાત પ્રદેશ અયક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાની લોક્સભા બેઠક માઇક્રો પ્લાનિંગ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલ ને આમંત્રણ આપવાનું જ અમદાવાદ જિલ્લા ભાજપના અયક્ષ અમિત શાહ ભૂલી ગયા હતા. જેને લઈને ઉકળેલા ૠષિકેશ પટેલે સ્થળ પર જ ઉભરો ઢાળવી દીધો હતો અને આવી ભવિષ્યમાં ભૂલ નહીં થાય તેવી ખાતરી અમિત શાહે આપતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટનામાં ૠષિકેશ પટેલની નારાજગી યોગ્ય હતી કારણ કે જે જિલ્લાની બેઠક જીતાડવાની જવાબદારી એમના શિરે છે એ બેઠકની ચૂંટણીલક્ષી મીટિંગમાં એમની ગેરહાજરી એ દિલ્હી સુધી નોંધ લેવાયા વિના ના રહે.

અમદાવાદના દિનેશ હોલમાં ભાજપની બેઠક યોજાઈ હતી. લોક્સભા ચૂંટણીની કામગીરી માટ ભાજપની આ બેઠક મહત્વની બની રહેવાની હતી. પરંતું બેઠકના પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલને સૂચના જ આપવામાં આવી ન હતી. બેઠકમાં પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. જો કે છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલ પહોંચ્યા હતા.

આજે ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ છે. પ્રદેશ અયક્ષ સી. આર.પાટીલની અયક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. જેમાં આગામી લોક્સભાની ચૂંટણીના રોડ મેપને ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ બુથ સશક્તિકરણ પર પણ ચર્ચા થશે. પાછલી બેઠકોમાં સોંપાયેલી જવાબદારીઓ ઉપર કેટલુ કામ થયું તેની પણ ચર્ચા કરાશે. પરંતું બેઠકમાં પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલને સૂચના આપવામાં આવી ન હતી. પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ કરવામાં આવી હતી. આખરે કેવી રીતે પ્રભારી મંત્રીને જાણ કરવાનું રહી ગયું, આ કોની ભૂલ હતી તે અંગે તપાસ કરાશે.

ૠષિકેશ પટેલને ભૂલી જવા મામલે સાંસદ કિરીટ સોંલકીએ જણાવ્યું કે, પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાયું નથી. અમારા કાર્યકર કોઈપણ સમયે બોલાવવામાં આવે તે હાજર રહે છે.