લંડન,
બ્રિટનમાં આર્થિક સ્થિતિમાં હજી સુધારો થયો નથી અને સુનકના કેટલાક નિર્ણયોને લઈને એક વર્ગના કર્મચારીઓ નારાજ છે. બ્રિટનમાં મોંઘવારી દર ૧૧ ટકા વધી ગયો છે. સાથે વૈશ્ર્વિક મંદીનો પણ ડર છે. બ્રિટનમાં ગત વર્ષની ચૂંટણીમાં ૠષિ સુનકે જીત મેળવી હતી. વડાપ્રધાનની ખુરશી મેળવીને તેમણે જણાવ્યું કે તેઓ દેશને આગળ લઈ જઈ શકે છે. ૠષિ સુનક માટે ૨૦૨૩નું વર્ષ પડકારોથી ભરેલું છે.
બ્રિટન પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. હવે આઇએમએફે પણ આ વર્ષે વૈશ્ર્વિક મંદીના સંકેત આપ્યા છે. મંદીમાંથી દેશને બચાવવો સુનક માટે મોટો પડકાર રહેશે. ડિસેમ્બર ૨૦૨૨માં સુનક સરકારને સરકારી કર્મચારીઓના વિવિધ વર્ગોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન ૠષિ સુનક માટે આ વર્ષે પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો પડકાર છે.
બોરિસ જોન્સનની સરકારમાં ૠષિ સુનક નાણામંત્રી રહી ચૂક્યા છે. નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા એવા પગલા લીધા, જેના કારણે તેમણે લોકોના પોતાની લોકપ્રિયતા વધારી. કોરોનાના સમયગાળામાં સુનકે કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓને ટેકો આપ્યો અને તેમના માટે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી તેઓ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં પણ તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સુનકના નિર્ણયથી યુકેમાં બેરોજગારીને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. કોરોનાની શરૂઆતમાં, સુનકે હોટલ ઉદ્યોગ માટે ચાલી રહેલી ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જ્યારે પ્રવાસન ઉદ્યોગ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પણ આપ્યું હતું.
સુનકને નાણાકીય બાબતોની સારી સમજ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેણે બ્રિટનની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટા પગલાં લીધા છે. નાણામંત્રી રહીને તે સમયના તત્કાલીન જોન્સનની ખોટી નીતિઓનો વિરોધ કરતા પણ ખચકાયા ન હતા. તેમના ઉદાર વર્તન, તેમના સાથીદારો સુધી પહોંચવાની તેમની ક્ષમતા અને જટિલ નાણાકીય બાબતોની તેમની સમજણએ તેમને પીએમની ખુરશી સુધી પહોંચાડ્યા છે, પરંતુ આગળ પડકારો ઘણા છે.
બ્રિટનમાં આર્થિક સ્થિતિમાં હજી સુધારો થયો નથી અને સુનકના કેટલાક નિર્ણયોએ કર્મચારીઓના એક વર્ગને નારાજ કર્યો છે. જેના પગલે બ્રિટનમાં ગયા મહિને મોટા પ્રમાણમાં હડતાળ હતી. બ્રિટનમાં મોંઘવારી દર ૧૧ ટકાથી પણ વધારે છે. સાથે વૈશ્ર્વિક મંદીનો પણ ભય ઉભો થયો છે.આઇએમએફે આશંકા વ્યક્ત કરી છે કે દૂનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓ જેમ કે અમેરિકા, ચીન અને યુરોપમાં મંદીની અસર જોવા મળી શકે છે અને મંદી આવવાની સંભાવના છે. જો કે સુનક આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સફળ થશે તો તે ૨૦૨૩માં પણ તેમની લોકપ્રિયતા પણ અકબંધ રહેશે.