મુંબઇ,
ૠષભ શેટ્ટીએ હાલમાં જ પોતાની કાંતારા ફિલ્મની પ્રિકવલ ઘોષણા કરી છે. તેવામાં ઉર્વીશી રતૌલાએ સોશિયલ મીડિયા પર ૠષભ સાથે એક તસવીર મુકીને પોતે પણ આ ફિલ્મનો હિસ્સો હોવાનું જણાવ્યું છે. તે આ ફિલ્મમાં ૠષભ સાથે જોડી જમાવી રહી છે અને રૂપેરીપડદે રોમાન્સ કરતીજોવા મળવાની છે.
કાંતારાની સીકવલ નહી પરંતુ પ્રિકવલ બની રહી છે, તેવી સ્પષ્ટતા પણ હાલમાં કરવામાં આવી હતી. હવે કાંતારા ટુને લઇને એક અપડેટ આવી છે. ૠષભ શેટ્ટીના દિગ્દર્શનમાં બની રહેલી કાંતારાના બીજા ભાગમાં ઉર્વશી મુખ્ય રોલમાં જોવા મળવાની છે. અભિનેત્રીએ આ વાતની સ્પષ્ટતાઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેણે ૠષભ સાથે એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, કાંતારા ટુ.