રાજકોટ, રૂપાલા વિવાદમાં આમરણાંત ઉપવાસ કરી રહેલા પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન પદ્મિનીબા વાળા બેભાન થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
પદ્મિનીબા વાળા કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ રાજકોટ બેઠક પર તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વિવિધ સ્તરે આંદોલન કરી રહ્યો છે, જેમાં પદ્મિનીબા વાળાએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને આજે ઉપવાસના ચોથા દિવસે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન પદ્મિનીબા વાળાની તબિયત લથડી હતી.
પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી મામલે શહેરમાં ક્ષત્રિય સમાજને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કલેકટર તંત્ર આ દ્વારા મહારેલીને મંજૂરી આપવામાં આવી છે. આ મહારેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે. ક્ષત્રિય સમાજની રેલી કલેકટર તરફ પહોંચી રહી છે.
ક્ષત્રિય સમાજને મહારેલીમાં કરણી સેના અયક્ષ મહિપાલ સિંહ મક્રાના મામલે યુવરાજ સિંહે રૂપાલા મામલે ભાજપને ચીમકી આપી છે કે નિવેદન આપ્યું છે કે, ‘આગામી સમયમાં એવા દિવસો નાં આવે કે જેમાં ક્ષત્રિયોને જેલ ભરો આંદોલન કરવું પડે’.
ક્ષત્રિય સમાજની રેલીમાં હાજર ક્ષત્રિય સમાજના લોકોએ લીધી પ્રતિજ્ઞા હતી. ભાજપ અને રૂપાલાને દેખાડી દેવાની પ્રતિજ્ઞા લેવડાવા આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રૂપાલાને નહી હટાવાય ઊમેદવાર તરીકે તો ગુજરાતમાં ભાજપની એક પણ સીટ પર ક્ષત્રિય સમાજ મતદાન નહી કરે’
રાજકોટના બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વોટર કેનન સહિતના વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. રેલીના જોતા જડબે સલાક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.