રેલવેના મુસાફરો માટે રાહતના સમાચાર, ટ્રેનના ભાડામાં થયો ઘટાડો

ટ્રેનથી મુસાફરી કરતા યાત્રિઓ માટે રાહતના સમાચાર છે. કોરોનાકાળના કારણે છેલ્લા દોઢ વર્ષથી જીરો લગાવી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનો નિયમિત રીતે પૂર્વના નંબર અને અગાઉના ટાઈમટેબલ મુજબ ચાલશે. તેનાથી મુસાફરોની મુસાફરી પહેલાની જેમ સસ્તી થઈ જશે. આ સબંધમાં રેલ્વે બોર્ડે ક્રિસને ભાડું ફંડિંગ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.

રેલ્વેએ ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાના કારણે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. 1 મે 2020ના રોજથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમા તત્કાલ ભાડું લઈ શ્રમિકોને મુસાફરી કરાવવામાં આવતી હતી. શરૂઆતમાં ફક્ત કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવતી હતી. તેના પછી વેટિંગ લિસ્ટ જારી થઈ. જેનું ભાડું 20થી 30 ટકા સુધી મોંઘું થયું.

પહેલા બુકિંગ કરવાનારને સસ્તા ભાડાનો લાભ નહીં

રેલવે બોર્ડના આદેશમાં સ્પષ્ટ છે કે જે મુસાફરોએ પહેલાથી બુકિંગ કરાવી છે, એ મુસાફરોને સસ્તા ભાડાનો લાભ નહીં મળે.