આરએસએસની માર્ચને મંજુરી આપવાના હાઇકોર્ટના નિર્ણયનને સ્ટાલિન સરકારે સુપ્રીમમાં પડકાર્યો

ચેન્નાઇ,

તમિલનાડુ સરકારે રાજયમાં આરએસએસની માર્ચને મંજુુરી આપવાના નિર્ણયની વિરૂધ સુપ્રીમ કોર્ટનું વલણ કર્યું છે.રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું છે કે આ માર્ચ કાનુન વ્યવસ્થાની સમસ્યા ઉભી કરશે સ્ટાલિન સરકારે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની માંગ કરી છે.

મદ્રાસ હાઇકોર્ટે આરએસએસને સુધારેલી તારીખો પર પોતાની માર્ચ કાઢવાની ૧૦ ફેબ્રુઆરીને મંજુરી આપી હતી અદાલતે કહ્યું હતું કે પ્રદર્શન સ્વસ્થ લોકતંત્ર માટે જરૂરી છે.પોતાની જ સિંગલ બેન્ચની ચાર નવેમ્બર ૨૦૨૨ના આદેશને રદ કરતા હાઇકોર્ટે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના આ આદેશને બહાલ કરી દેવામાં આવ્યા જેમાં માર્ચ કાઢવા અને એક જાહેરસભા આયોજિત કરવાની મંજુરીથી સંબંધિત આરએસએસની વિનંતી પર તમિલનાડુ પોલીસે વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સિંગલ બેન્ચના આદેશમાં પ્રસ્તાવિત રાજયવ્યાપી માર્ચ પર શરત લગાવવામાં આવી હતી તે બંધ જગ્યામાં આયોજિતિ કરવા કહ્યું હતું અદાલતે અપીલકર્તાને માર્ચ આયોજિત કરવાના હેતુથી ત્રણ અલગ અલગ તારીખોની સાથે રાજયના અધિકારીઓથી સંપર્ક કરવા કહ્યું હતું. રાજયના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તે આ ત્રણેય તારીખોમાંથી પસંદ કરવામાં આવેલ એક તારીખ પર માર્ચ આયોજિત કરવાની મંજુરી પ્રદાન કરે.

જો કે સંધનું કહેવું છે કે તે ફફકત પોતાની એકિટવિટી વધારવા માટે માર્ચ કાઢવા જઇ રહી છે પરંતુ સ્ટાલિન સરકારને લાગે છે કે સંધ દ્વારા ભાજપ રાજયની રાજનીતિમાં પેઠ કરવાના પ્રયાસમાં છે જો કે સ્ટાલિનની વિરોધી પાર્ટીઓ અન્નાદ્રમુકની સાથે તાલમેલ કરી ભાજપ ચુંટણીમાં ઉતર ચુકી છે.પરંતુ તેને સફળતા હાથ લાગી નથી ગઠબંધનને લઇ હવે અન્નાદ્રમુકના વલણ કડક છે તો ભાજપ પોતાના જનાધાર વધારવામાં લાગી છે. તેના માટે માનવામાં આવી રહ્યું છે કે સંધને આગળ કરવામાં આવી રહ્યો છે સંધ દ્વારા તમિલનાડુની રાજનીતિમાં પરિવર્તનના પ્રયાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી ત્યાં દ્રમુક અને અન્નાદ્રમુક જ સત્તામાં આવી રહી છે.