આરએસએસ પરનો પ્રતિબંધ હટાવાયો, ભારતની અખંડિતતા અને એક્તા વિરુદ્ધ, અસદુદ્દીન ઔવેસી

હવે સરકારી કર્મચારીઓ કોઈપણ ખચકાટ વિના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. કેન્દ્ર સરકારે એક આદેશ દ્વારા આરએસએસ પરનો ૫૮ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણય સામે સવાલો ઉઠી રહ્યા છે. આદેશ જારી થતાં જ કોંગ્રેસે સરકાર પર નિશાન સાયું હતું. આ પછી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગુસ્સે થઈ ગયા. તેમણે આ નિર્ણયને ભારતની અખંડિતતા અને એક્તા વિરુદ્ધ ગણાવ્યો છે. સાથે જ આરએસએસ પર નિશાન સાયું છે.

હૈદરાબાદના સાંસદે ટ્વિટ કર્યું, ’આ ઓફિસ મેમોરેન્ડમ કથિત રીતે દર્શાવે છે કે સરકારે આરએસએસ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો આ સાચું છે તો તે ભારતની અખંડિતતા અને એક્તાની વિરુદ્ધ છે. આરએસએસ પર પ્રતિબંધ છે કારણ કે તેણે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. દરેક આરએસએસ સભ્ય હિંદુત્વને રાષ્ટ્રથી ઉપર રાખવાના શપથ લે છે. જો કોઈપણ સરકારી કર્મચારી આરએસએસનો સભ્ય હોય તો તે રાષ્ટ્રને વફાદાર ન હોઈ શકે.

હકીક્તમાં ૧૯૬૬માં તત્કાલીન કોંગ્રેસ સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે કર્મચારી અને તાલીમ વિભાગે એક આદેશ જારી કરીને તેને રદ કર્યો છે. અગાઉના આદેશમાં જો સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લે તો સજાની જોગવાઈ હતી. નિવૃત્તિ પછી પણ સરકારી કર્મચારીઓ પેન્શન વગેરેના લાભોને યાનમાં રાખીને આરએસએસના કાર્યક્રમોમાં આવવાનું ટાળતા હતા. હવે નવા આદેશથી સરકારી કર્મચારીઓને મોટી રાહત મળી છે.

આ કાયદો રદ્દ થયા બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું, ’ફેબ્રુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી સારા આચરણની ખાતરી પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી. ૧૯૬૬માં આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તે યોગ્ય નિર્ણય પણ હતો. અટલ બિહારી વાજપેયી પીએમ હતા ત્યારે પણ આ પ્રતિબંધ લાગુ હતો. હું માનું છું કે નોકરશાહી હવે શોર્ટ્સમાં પણ આવી શકે છે.

સરકારના નિર્ણય પર સમાજવાદી સાંસદ જાવેદ અલી ખાને કહ્યું, ’આ સરકાર પાસેથી આ જ અપેક્ષા હતી. તે સાંપ્રદાયિક્તાને પ્રોત્સાહન આપે છે અને સરકારી કર્મચારીઓને સાંપ્રદાયિક સંગઠનની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરે છે. આ દેશના હિતમાં સારું નથી. હું માનું છું કે સંઘ એક સાંપ્રદાયિક સંગઠન છે અને સંઘની ફિલસૂફી દેશને તોડવાની ફિલસૂફી છે.

દરમિયાન કર્ણાટકના માહિતી અને ટેકનોલોજી મંત્રી પ્રિયંક ખડગેએ તાજેતરમાં કર્ણાટક સેન્ટ્રલ યુનિવસટીમાં આયોજિત આરએસએસના કાર્યક્રમની ટીકા કરી છે. પ્રિયંક ખડગેએ ૧૮ જુલાઈના રોજ આયોજિત આ કાર્યક્રમમાં યુનિવસટી પર ’આરએસએસ શાખા’માં ફેરવાઈ જવાનો આરોપ લગાવ્યો હતો અને ’નમસ્તે સદા વત્સલે’ ગીત ગાયું હતું અને ’વજ પ્રણામ’ કર્યું હતું. આ બેઠક આરએસએસની આગામી શતાબ્દી ઉજવણીની તૈયારીઓનો એક ભાગ હતી.