- નોટબંદીનો નિર્ણય ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો હતો પરંતુ કરન્સી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હેન્ડલ કરતી હોય છે.
મુંબઇ,
થોડા દિવસ પૂર્વે જયારે નોટબંદીને પડકારતી અરજી અંગે સુપ્રીમે સુનાવણી શરૂ કરી હતી ત્યારે ૫૦૦-૧૦૦૦ની જૂની રદ્દ થયેલી નોટો બદલવાની વધુ એક તક આપવામાં આવશે તેવી આશા જાગી હતી પરંતુ હવે એ વાતનું સુરસુરીયું થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, નોટબંદીનું પગલું સમજી વિચારીને જ લેવાયો હતો. જે સ્પષ્ટ સંકેત છે કે, હવે જૂની નોટો બદલવાની કોઈ વાત આવશે નહીં. નોટબંદીનો નિર્ણય ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો હતો પરંતુ કરન્સી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હેન્ડલ કરતી હોય છે. ચલણી નોટોમાં રિઝર્વ બેંકના ગવર્નરની સહી સાથે લખવામાં આવે છે કે, ’હું ધારકને આટલા રૂપિયા ચૂકવવાનો વાયદો આપું છું’ જેથી નોટબંદી અને જૂની નોટો બદલવી કે કેમ તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે.
નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી દરમિયાન ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટોને રદ કરવાનો નિર્ણય આરબીઆઇ અધિનિયમ ૧૯૩૪ની કલમ ૨૬ (૨)માં નિર્ધારિત પ્રક્રિયાનું વિધિવત પાલન કરવામાં આવ્યું હતું.ભારતીય રિઝર્વ બેંકે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન દરેક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. આરબીઆઇએ કહ્યું કે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી દરમિયાન ૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટોને રદ કરવાનો નિર્ણય આરબીઆઇ અધિનિયમ ૧૯૩૪ની કલમ ૨૬ (૨)માં નિર્ધારિત પ્રક્રિયાનું વિધિવત પાલન કરવામાં આવ્યું હતું.
નોટબંધી વિરુદ્ધ દાખલ અરજીઓ ઉપર ન્યાયમૂત એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બેચ સુનાવણી કરી રહી છે. બેચમાં જસ્ટીસ બી આર ગવઈ, એ એસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરથનાનો સમાવેશ થયા છે. આ દરમિયાન આરબીઆઈ તરફથી એક વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે અમે એફિડેવિટમાં જણાવ્યું છે કે નિયમો દ્વારા નિર્ધારિત કોરમ પુરો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત પગલાં પર વિચાર વિમર્શ ફેબ્રુઆરી ૨૦૧૬માં શરુ થયો હતો. પરંતુ આની ગોપનીયતા જાળવી રાખી હતી.
અરર્જીક્તાઓએ તર્ક આપ્યું હતું કે આરબીઆઈ અધિનિયમની કલમ ૨૬ (૨) અંતર્ગત નોટબંધીની ભલામણ આરબીઆઇથી થઇ ગઈ હતી. પરંતુ ૨૦૧૬માં આવું ન્હોતું. સરકાર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ આર વેંકટરમનીએ કહ્યું કે સરકાર આ ત્રણ ખરાબીઓને ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અરર્જીક્તાઓએ કહ્યું કે અમારે નોટબંધીના પહેલા વિસ્તૃત અયયન કરવું જોઇતું હતું. એક દશકથી વધારે સમયથી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ત્રણ નબળાઇઓને જોઇ રહી છે. આ જરાસંઘ જેવું છે તમારે આને ટુકડાઓમાં કાપી દેવું જોઈએ. જો તમે આવું ન કરો તો આ ખરાબીઓ હંમેશા જીવિત રહેશે.
ગુપ્તાએ વરિષ્ટ વકીલ પી ચિદંબરમના એ આરોપનો પણ જવાબ આપ્યો હતો કે કેન્દ્રને અત્યાર સુધી આરબીઆઈએ ૭ નવેમ્બરના પત્ર અને ૮ નવેમ્બરના કેબિનેટના નિર્ણય સહિત કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રસ્તુત કરવામાં આવ્યા ન્હોતા. તેનું વિવિરણ કરવામાં આવ્યું ન્હોતું. જે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં સામેલ થયા હતા. ચિદંબરે એ પણ પ્રશ્ર્ન કર્યો હતો કે શું કોરમ અધિનિયમ અંતર્ગત જરૂરિયાતના રૂપમાં પુરું કરવામાં આવ્યું હતું.ચિદંબરમે પૂછ્યું કે સરકાર કોર્ટને કાગળ કેમ દેખાડ્યા નહીં. આ પર એટર્ની જનરલે જવાબ આપ્યો કે કંઈ જ છુપાવ્યું ન્હોતું. જો કોર્ટ આ માટે કહેતી તો અમે કોર્ટમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરીશું.