
નવીદિલ્હી, રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવાના ભારતીય રિઝર્વ બેક્ધના નિર્ણયને રદબાતલ કરવાનો આદેશ ચાહતી જાહેર હિતની અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. આરબીઆઈએ ગઈ ૧૯ મેએ નિર્ણય લીધો તે પછી અદાલતે આવી આ બીજી જનહિતની અરજીને ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિઓ સતિષચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની વિભાગીય બેન્ચે અરજી નકારી કાઢી છે.
આ વખતની અરજી રજનીશ ભાસ્કર ગુપ્તા નામના નાગરિકે કરી હતી. એમણે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કોઈ પણ મૂલ્યની ચલણી નોટ ઈસ્યુ ન કરવાનો કે તે બંધ કરી દેવાનો આદેશ આપવાની કે આરબીઆઈને રિઝર્વ બેક્ધ ઓફ ઈન્ડિયા કાયદા અંતર્ગત સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ છે.
રિઝર્વ બેક્ધે આ અરજીનો વિરોધ કર્યો હતો અને અદાલતને કહ્યું હતું કે અન્ય મૂલ્યોની બેક્ધનોટ્સ વ્યવહારમાં પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ થઈ જતાં રૂ. ૨૦૦૦ની નોટ વ્યવહારમાં દાખલ કરવા પાછળનો હેતુ પૂરો થયો હતો. તેથી વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૦૦૦ની બેક્ધનોટ્સનું છાપકામ અટકાવી દેવામાં આવ્યું હતું. લોકો એમની પાસેની રૂ. ૨૦૦૦ની નોટ કોઈ પણ બેક્ધની શાખાઓમાં કે આરબીઆઈની પ્રાદેશિક શાખાઓમાં જમા કરાવી શકે છે અથવા એક્સચેન્જ કરાવી શકે છે. બેક્ધમાં ખાતું ન હોય એવા લોકો પણ ૨૦૦૦ની નોટ એક્સચેન્જ કરાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેક્ધ શાખામાં એક જ સમયે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ની મર્યાદા સુધી ૨૦૦૦ની નોટ બદલાવી શકે છે. રૂ. ૨૦૦૦ની નોટ કાયદેસર ચલણ તરીકે યથાવત્ રહેશે. આરબીઆઈએ તમામ બેક્ધોને સલાહ આપી છે કે તેમણે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે ૨૦૦૦ની બેક્ધનોટ્સ કોઈને ઈસ્યુ કરવી નહીં.