નવીદિલ્હી, ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગ દ્વારા હાથ ધરાયેલુ દેશવ્યાપી અભિયાન ગત ૧૫મી જુલાઈએ પુર્ણ થયુ હતું અને તે દરમ્યાન ૧૯૪૯૨ કરોડની ટેક્સચોરીને પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ અને સ્ટેટ એમ બન્ને વિભાગોએ ઝુંબેશ ચલાવી હતી અને કાયદાની છટકબારીઓનો દુરુપયોગ કરતા કૌભાંડીયાઓની ગરદન પકડી હતી. આ અભિયાનથી ઈનપુટ ટેક્સ ક્રેડીટના ૬૨૦૦ કરોડના દાવા પણ અટકાવી દેવામાં આવ્યા હતા.
ટેક્સચોરીના કેસોમાં અંદાજીત ૭૯ કરોડની રકમ રીકવર કરવામાં આવી છે અને તેમાં તપાસ ચાલુ જ રાખવામાં આવી છે. સમગ્ર ઝુંબેશમાં ૬૯૨૮૬ જીએસટી રજીસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી ૨૦૮૬૨નો કોઈ અતોપતો જ ન હતો. જીએસટી વિભાગ દ્વારા બોગસ ટેક્સ દાવા કરનારા ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. હજુ વધુ ધરપકડ થવાની શકયતા નકારાતી નથી. દેશમાં કુલ ૧.૩૯ કરોડ રજીસ્ટર્ડ જીએસટી કરદાતા છે.
શંકાસ્પદ કરદાતાઓની ચકાસણી માટે ડેટા એનાલીટીક્સ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેક્સચોરી સંબંધીત ડેટા અન્ય એજન્સીઓને પણ આપવામાં આવ્યો છે. ટેક્સચોરીની નવી છટકબારીનો પર્દાફાશ જયારે પગલે કેટલાંક નવા નિયમો પણ દાખલ કરવામાં આવ્યા છે.
ધમધમતા અર્થતંત્ર તથા ટેક્સચોરી રોકવાના પ્રયાસોથી દેશમાં જીએસટીની માસિક વસુલાત ૧.૫ લાખ કરોડને પાર થઈ જ ગઈ છે. જુનમાં ૧.૬૧ લાખ કરોડે પહોંચી હતી. જો કે, કડક નિયમો છતાં જીએસટીમાં કૌભાંડોના કિસ્સા વધી જ રહ્યા છે. ૨૦૨૨-૨૩માં ૧૪૦૦૦ કેસ નોંધાયા હતા