ઈડીએ બેક્ધ છેતરપિંડી મામલે હરિયાણામાં કોંગ્રેસ વિધાનસભ્ય અને અન્યોનાં સ્થાનો પર દરોડા પાડ્યા છે. આશરે રૂ. ૧૩૯૨ કરોડના બેક્ધ કૌભાંડથી જોડાયેલા મામલે દિલ્હી, ઝારખંડ, હરિયાણાનાં કુલ ૧૫ સ્થળો પર સર્ચ ઓપરેશન કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન હરિયાણાથી કોંગ્રેસ વિધાનસભ્ય રાવ દાન સિંહના ઘરે પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરાઇ છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન કેટલાક મહત્ત્વના પુરાવા અને દસ્તવેજ મળ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ હરિયાણાના મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને ગુરુગ્રામ તથા દિલ્હી અને જમશેદપુર સહિત આશરે ૧૫ સ્થાનો પર તપાસ કરી હતી. જે લોકોની સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી, એમાં મહેન્દ્રગઢ વિસ્તારના ૬૫ વર્ષીય વિધાનસભ્ય સિંહ, તેમનો પુત્ર અક્ષત સિંહ, એલાઇડ સ્ટ્રિપ્સ લિ. કંપની તેના તેના પ્રમોટર મોહિન્દર અગ્રવાલ, ગૌરવ અગ્રવાલ અને અન્ય લોકો સામેલ છે. એએસએલ સ્ટીલ ઉત્પાદક કંપની છે.
આ કંપની પર રૂ. ૧૩૯૨ કરોડનું બેક્ધ કૌભાંડ કરવાનો આરોપ છે. સીબીઆઇએ પણ વર્ષ ૨૦૨૨માં કંપની વિરુદ્ધ કેસ નોંયો હતો. એવો આરોપ છે કે રાવ દાન સિંહના પરિવાર અને તેમની કંપનીઓએ એએસએલ પાસેથી લોન લીધી હતી, પણ ક્યારેય પરત કરી નહોતી. ત્યાર બાદ આ લોનને એનપીએ ખાતામાં નાખી દીધી હતી. કોંગ્રેસના ભિવાની મહેન્દ્રગઢથી રાવ દાન સિંહને આ લોક્સભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. અહીંથી કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીની ટિકિટ કાપી હતી. જોકે બંને જૂથોમાં આપસી મતભેદોને કારણે કિરણ ચૌધરી ભાજપમાં સામેલ થયા હતા.