દાહોદ,મધ્ય પ્રદેશના ભાભરાના વીર ક્રાંતિકારી યોદ્ધા શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ પર ઝાબુઆની સાહિત્ય પરિષદ ઝાબુઆ દ્વારા ઝાબુઆ થી માનગઢ ધામ માટી ગૌરવ મિલન યાત્રા દાહોદ થી પસાર થતાં રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકી અને ખજાનચી રતનસિંહ બામણિયા, સદસ્યો દેવાભાઇ રાઠોડ, પ્રદીપ રાઠોડ, તાલુકા પંચાયત ઝાલોદનાં પ્રમુખ રમેશભાઈ ભાભોર દ્વારા યાત્રીઓ અને કળશનું સ્વાગત કર્યું હતું.
યાત્રાનાં આયોજકો વિરેન્દ્ર મોદી, શરદચંદ્ર શાસ્ત્રી, પંડિત ગણેશજી, જયેન્દ્ર વૈરાગી અને એમની પૂરી ટીમ દ્વારા વીર ક્રાંતિકારી શહીદો એ દેશ સેવા અને જનહિતના કાર્યો કરી પ્રાણની આહુતિ આપનાર શહીદોને આવનારી પેઢી યાદ કરે તેવા આશય હેઠળ યાત્રા કાઢી હોવાનું જણાવ્યું હતું.