દાહોદ, ગરબાડા તાલુકાના કાળાખૂટ મુખ્ય પ્રાથમિક શાળાનાં બાળકોને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી હેતુ પતંગ, દોરી અને જે દીકરી ઓ પાસે ચંપલ નહોતા તેઓને ચંપલ પણ રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદનાં પ્રમુખ હીરાલાલ સોલંકી, સેક્રેટરી હુસૈન મુલ્લાં મીઠા અને ક્લબનાં સદસ્યો રતનસિંહ બામણિયા, વાસુભાઈ મંગલાણી, સુરમલ ભુરીયા, દ્વારા આપવામાં આવ્યા હતા. શાળાનાં 80 થી વધુ બાળકોને પતંગ, દોરી અને ચંપલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા બાબુભાઈ પરમારે, સંચાલન લલિતાબેન પટેલ અને આભાર શૈલેષભાઈ પટેલ દ્વારા કરી સમાપન કરાયું હતું.