રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા કારઠ ગામના સરપંચ હર્ષદ નાયકનું બહુમાન કરાયું

દાહોદ,ઝાલોદ તાલુકાના કારઠ ગામના બે ટર્મ થી સમરસ સરપંચ ગ્રામજનો થકી નિયુક્ત થતાં હર્ષદ નાયક ગામને શહેરની સુવિધા થી સજ્જ કરી ગોકળિયું ગામ બનાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે. જેની નોંધ આજુબાજુના ગામો લઈ રહ્યા છે. ગામમાં ઘર-ઘર નળ, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તાઓ, અદ્યતન અંતિમ વિશ્રામ, બગીચા, રમતનું મેદાન, દેવાલય વગેરે ગામની શોભા વધારી રહ્યા છે. આવા સુંદર ગામનું ઘડતર કરનાર હર્ષદ નાયકનું રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદનાં પ્રમુખ હીરાલાલ સોલંકી, સેક્રેટરી હુસૈન મુલ્લાં મીઠાએ શાલ અર્પણ કરી, સન્માન પત્ર આપી બહુમાન કર્યું.

કલબનાં સદસ્ય રતનસિંહ બામણિયાએ સરપંચ તરીકેની સુંદર કામગીરીના વખાણ કરી તેઓની વધુ ઉજ્જવળ ભવિષ્યની શુભ કામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વાસુભાઈ મંગલાણી, જીતેનસિંઘ ઠાકુર, જયદીપ ગેહલોત, પ્રદીપ રાઠોડે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા સ્નેહલ નાગોરી, જેન્તી નિનામા દ્વારા કરાયું હતું.