
દાહોદ તાલુકાના છાપરી ગામ ખાતે રોટરી કલબ ઓફ દાહોદ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદ દ્વારા મહિલાઓ અને બાળકો માં જાગૃતિ લાવવા માટે પોલીસ સ્ટેશન બી-ડિવિઝનના સહયોગ થી કાર્યક્રમ યોજયો હતો.
રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ હીરાલાલ સોલંકી એ મહિલાઓ ને વૈવાહિક વિવાદ પ્રિ-લિટીગેશન લોક અદાલત થકી કઈ રીતે રક્ષણ મળે છે, તેની વિગતો જણાવી હતી. જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદના લીગલ કમ પ્રોબેશનર ઓફિસર અબ્દુલ કુરેશીએ સરકાર દ્વારા બાળકોને મળતી વિવિધ સહાય યોજનાઓ અને પોલીસ સ્ટેશન બી – ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.રાવતે પોલીસ દ્વારા જનહિતમાં જે સહકાર જોઈએ તે આપવા જણાવાયું હતું.
જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા કલ્યાણીબેન (એ.એસ.આઇ), કસ્તુપા બેન(વું.હે.કો.), રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સેક્રેટરી રતનસિંહ બામણિયા,ગામના આગેવાન કાળુભાઇ નિનામા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 70 થી વધુ સંખ્યામાં મહિલાઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.