- એસી અને ફ્રિજ રિપેરિંગની તાલીમ દ્વારા બેરોજગાર યુવાનો બનશે સ્વનિર્ભર.
રૂડસેટ સંસ્થા દ્વારા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સહયોગથીબેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી. જેમાં ખેડા જીલ્લાના 30 બેરોજગાર બી.પી.એલ યુવાનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી ઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના નિયામક અજયકુમાર પાઠકે જણાવ્યુ કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 21,728 બેરોજગાર યુવક/યુવતીઓને વિવિધ કૌશલ્ય તાલીમ જેવીકે મોબાઇલ રિપેરિંગ, એ.સી. ફ્રિજ રિપેરિંગ, વાયરિંગ, શિવનકામ ,કોમ્પ્યુટર ડી.ટી.પી., બ્યુટી પાર્લર, વિગેરે તાલીમ આપવામાં આવી છે. જેમાંથી 16,385 તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે કેનેરા બેન્ક, રીજનલ ઓફિસ, વડોદરાથી અ.ૠ.ખ. શરતચંદ્ર ભોઈ અને રૂડસેટ સંસ્થાના નિયામક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.