રૂડસેટ સંસ્થા દ્વારા જિલ્લાનાં યુવાન-યુવતીઓ માટે રોજગાર લક્ષી તાલીમનું આયોજન

  • યુવાનોને ઇલેક્ટ્રિશિયન વાયરિંગ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, દરજીકામ, મોબાઈલ અને ટુ-વ્હીલર રીપેરીંગ તાલીમ આપવામાં આવશેસ્વરોજગારલક્ષી તાલીમમાં નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવશે

નડિયાદ, પીપલગ રૂડસેટ સંસ્થા દ્વારા બેરોજગાર બહેનો અને ભાઈઓને સ્વરોજગારલક્ષી નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા સાથે તાલીમ કાર્યક્રમનુ આયોજન છે. આ તાલીમ કાર્યક્રમ 30 દિવસ સુધી ચાલશે જેનો સમયગાળો સવારે 9:30 થી સાંજના 5:30 કલાકનો રહેશે. તાલીમ કાર્યક્રમ મુજબ તા.25/06/2024ના રોજ ઇલેક્ટ્રિશિયન વાયરિંગ, તા. 22/07/2024 ના રોજ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી, તા. 25/07/2024ના રોજ ભાઈઓ માટે દરજીકામ, તા.28/08/2024ના રોજ મોબાઈલ રીપેરિંગ અને તા. 02/09/2024 ના રોજ ટુ વ્હીલર રિપેરિંગની તાલીમ શરૂ થનાર છે.

રૂડસેટસંસ્થાના તાલીમ કાર્યક્રમમાં જે બહેનો અને ભાઈઓને એડમિશન મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે જે તારીખે તાલીમ શરૂ થવાની હોય તેના 10 દિવસ પહેલા આધારકાર્ડ, રેશન કાર્ડ, એલ.સી, માર્કશીટની ઝેરોક્ષ અને 4 પાસપોર્ટ સાઇઝ ફોટા લઈ રૂડસેટ સંસ્થા, પ્રમુખ વાડી પાસે, સિમ્પલી ગારમેન્ટની બાજુમાં, પેટલાદ રોડ પીપલગ ખાતે એડમિશન મેળવી લેવું. વધુ માહિતી માટે નંબર પર મોબાઈલ નં. 9427613783, 9033573393 ઉપર સંપર્ક કરવાનુ રૂડસેડ સંસ્થા નડિયાદ દ્વારા જણાવેલ છે.