રોજગારલક્ષી ત્રીમાસીક અને છમાસીક રીટર્ન પત્રકો રોજગાર કચેરી, છાપરી,દાહોદને સમયસર મોકલવા તાકીદ

દાહોદ, દાહોદ જીલ્લાના તમામ જાહેર (સરકારી )કચેરી કે સંસ્થા તેમજ 25 કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાને સી એન વી એકટ 1959 અન્વયે ત્રીમાસીક, છમાસીક રોજગારલક્ષી રીટર્ન પત્રકો ત્રીમાસીક સમય પુર્ણ થયા બાદ 30 દિવસની સમય મર્યાદામા જીલ્લા રોજગાર કચેરી, દાહોદને મોકલવા ફરજીયાત છે જેમા ડીસેમ્બર 2023 અંતીત રોજગારીના સ્ત્રી- પુરૂષ અધિકારી -કર્મચારીની સંખ્યા દર્શાવતુ ત્રિમાસીક ઈ આર 1 પત્રક મોકલવાની છેલ્લી તારીખ 30.1.2024 છે જયારે ઉત્પાદન( મેન્યુફેકચરીંગ )કરતા તમામ એકમે ડીસે -23 અંતિત સ્થાનીક (ગુજરાતી કે ગુજરાતમા 15 વર્ષથી સ્થાયી થયેલા) રોજગારી મેળવતા સ્ત્રી -પુરૂષ કર્મચારીની સંખ્યા દર્શાવતુ છ-માસીક રીટર્ન મોકલવાની છેલ્લી તારીખ 30.1.2024 રાખેલ છે.તેમજ એકમ કે સંસ્થાએ કોઈપણ નવી ભરતી કે નિમણુંક કરવાના 15 દિવસ પહેલા રોજગાર કચેરીને ખાલી જગ્યાની જાણ કરવી પણ ફરજીયાત કરવાની હોય છે.

દાહોદ શહેર-તાલુકા-જીલ્લામાં આવેલા જાહેરક્ષેત્રમા તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ કેન્દ્ર કે રાજય સરકાર હસ્તકના બોર્ડ, નિગમ, કંપનીનો સમાવેશ થાય છે. તેમજ ખાનગીક્ષેત્ર (સેવા, ઉત્પાદન અને વેપાર)નાં એકમો-સસ્થામા 25 કે તેથી વધુ કર્મચારી ધરાવતા કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલપંપો, મોલ, શોરૂમ, બેન્કો, એન.જી.ઓ., ટ્રસ્ટ નો સમાવેશ થાય છે. 25 કે તેથી વધુ સંખ્યા ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાએ સી એન વી એકટની જોગવાઈનુ પાલન કરવુ ફરજીયાત છે જયારે 25 કે તેથી ઓછા કર્મચારી માટે મરજીયાત છે. સી એન વી એકટની જોગવાઈઓનો ભંગ કરવો એ ગુન્હો છે. સીએનવી એકટની જોગવાઈ મુજબ ત્રીમાસીક, છમાસીક રીટર્ન પત્રક સમયસર મોકલવા તેમજ તમામ પ્રકારની ભરતી પુર્વેની ખાલી જગ્યાની જાણ સમયસર રોજગાર કચેરીને કરવા તેમજ કાયદાની જોગવાની સમજ માટે રોજગાર કચેરી દાહોદની મુલાકાત લેવા રોજગાર અધિકારીની યાદીમા જણાવવામા આવે છે.