રોજ અવરજવર કરતા વાહનચાલકોને માથે જોખમ,બાલાસિનોર-દેવ રોડ પર સુકાઈ ગયેલા જોખમી વૃક્ષોથી જાનહાનિ થવાની ભીતિ

  • સ્થાનિક તંત્ર દ્વારા આવા જોખમી વૃક્ષો ઉતરાવી લે તેવી લોકમાંગ ઊઠી.

બાલાસીનોર,બાલાસિનોર-દેવ રોડ પર સુકાઈ જઈને ગમે ત્યારે પડું પડું થઈ રહેલા અને જોખમી બની ચુકેલા વૃક્ષોને તાકીદે ઉતારી લેવા બાલાસિનોરથી દેવ અને જીલ્લા મથકે રોજબરોજ અપ ડાઉન કરતા લોકો માંગ કરી રહ્યાં છે. આ સાથે સ્થાનિક વનવિભાગ તાત્કાલિક કાર્યવાહી નહી કરે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાવાની અથવા તો રોડ પર મોટા અકસ્માત સર્જાવવાની પુરી શક્યતાઓ છે.

બાલાસિનોરથી દેવ અને જીલ્લા મથક લુણાવાડા અપડાઉન કરતા લોકોના જણાવ્યા અનુસાર આ રોડ પર છેલ્લા કેટલાય સમયથી કેટલાંક વુક્ષો સુકાઈને લાકડું થઈ ગયા છે. ગમે ત્યારે પડી જાય તેવાં છે. અમારે રોજ અપડાઉન કરી નોકરી-ધંધા અર્થે જવું પડે છે. વાહનચાલકોને આવા જોખમી વૃક્ષોથી અકસ્માતની દહેશત સેવાઈ રહી છે. નાન-મોટા વાહન અને બાઈક ચાલકો ઉપર આવા જાખમી વૃક્ષ તુટી પડે તેમ છે. ત્યારે હવે સ્થાનિક તંત્ર દ્વારા આવા જોખમી વૃક્ષો ઉતરાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.