રોહિત શર્માએ દિલ્હી સામે ખાસ સિદ્ધિ હાંસલ કરી, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

મુંબઇ, રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોહિત શર્મા માત્ર આઠ રન બનાવી શક્યો હતો પરંતુ તેણે આ દરમિયાન એક મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે દિલ્હી કેપિટલ્સ સામે ૩૫ મેચમાં ૧૩૨ના સ્ટ્રાઈક રેટથી ૧૦૩૪ રન બનાવ્યા છે. તેણે દિલ્હી સામે ૬ ફિફ્ટી ફટકારી છે.

મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને વિરાટ કોહલીને પાછળ છોડવા માટે માત્ર પાંચ રનની જરૂર હતી. કોહલીએ દિલ્હી સામે ૨૮ મેચમાં ૧૦૩૦ રન બનાવ્યા છે. માત્ર કોહલી અને રોહિત જ દિલ્હી કેપિટલ્સ સામે ૧૦૦૦ હજાર રન બનાવી શક્યા છે. અજિંક્ય રહાણે, રોબિન અને એમએસ ધોની પણ આ યાદીમાં છે. રોહિત શર્માએ ૨૦૨૪માં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ૯ મેચમાં ૧૬૦ના સ્ટ્રાઈક રેટથી ૩૧૧ રન બનાવ્યા છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પણ ૧૦૫ રનની જોરદાર ઈનિંગ રમી છે.

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ રન

રોહિત શર્મા- ૩૫ મેચમાં ૧૦૩૪ રન

વિરાટ કોહલી- ૨૮ મેચમાં ૧૦૩૦ રન

અજિંક્ય રહાણે- ૨૩ મેચમાં ૮૫૮ રન

રોબિન ઉથપ્પા- ૨૮ મેચમાં ૭૪૦ રન

એમએસ ધોની- ૩૩ મેચમાં ૭૦૯ રન

રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ સામે ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેણે ૮ બોલમાં ૮ રન બનાવ્યા હતા. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૧૦ રનથી હરાવ્યું હતું.