મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૩૨ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, કેટલીક ટીમોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કેટલીક ટીમો માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે. દરમિયાન જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ સિઝન તેમના માટે કંઈ ખાસ રહી નથી. ટીમમાં કેપ્ટનશિપ અને ઘણા ફેરફારોની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે તેની ટીમ સૌથી નીચેના સ્થાને હાજર છે. આ દરમિયાન ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે આઇપીએલની ૩૩મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ છે જેમાં રોહિત શર્માએ મેદાનમાં ઉતરતાની સાથે જ રેકોર્ડ બનાવી લીધો છે.
જો આઈપીએલના સૌથી સફળ ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્માનું નામ સૌથી ઉપર હશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ આઈપીએલ ટ્રોફી જીતી ચૂકી છે. રોહિત શર્મા ભલે આ સિઝનમાં કેપ્ટન ન હોય, પરંતુ રેકોર્ડ અને રોહિત શર્મા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે.પંજાબ કિંગ્સ સામે રમાનાર મેચમાં રોહિત શર્મા તેની ૨૫૦મી આઈપીએલ મેચ રમી. રોહિત શર્માની આ સિદ્ધિ દર્શાવે છે કે તે કેટલો મહાન ખેલાડી છે.
રોહિત શર્મા સિવાય એમએસ ધોની આઇપીએલમાં એકમાત્ર એવો ખેલાડી છે જેણે આઇપીએલમાં ૨૫૦ મેચ રમી છે. ધોનીના નામે ૨૫૬ મેચ છે. ધોનીએ આ સિઝનમાં તેની ૨૫૦મી આઈપીએલ મેચ રમી હતી.
જે ખેલાડીઓ સૌથી વધુ આઇપીએલ મેચ રમ્યા છે (૧૮ માર્ચ ૨૦૨૪ સુધીમાં)
એમએસ ધોની – ૨૫૬ મેચ
રોહિત શર્મા – ૨૫૦ મેચ
દિનેશ કાર્તિક – ૨૪૯ મેચ
વિરાટ કોહલી – ૨૪૪ મેચ
રવિન્દ્ર જાડેજા – ૨૩૨ મેચ