ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્માની ગણતરી ભારતના મહાન ખેલાડીઓમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. ક્રિકેટની દુનિયામાં તેમનાથી વધુ સારી રીતે પુલ શોટ રમનાર ભાગ્યે જ કોઈ હશે. છેલ્લા એક દાયકામાં તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરનો મહત્ત્વનો આધાર રહ્યો છે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે રમી રહી હોય કે વિદેશમાં. રોહિતે દરેક જગ્યાએ તેની બેટિંગ કુશળતા સાબિત કરી છે. તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે. રોહિતના નામે પહેલાથી જ ઘણા મોટા રેકોર્ડ છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ છગ્ગા ફટકારીને તે એક વિશેષ સિદ્ધિ પોતાના નામે નોંધાવશે.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પોતાની પ્રથમ મેચ ૫ જૂને આયર્લેન્ડ સામે રમશે. જો રોહિત આ મેચમાં ત્રણ સિક્સર ફટકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ સિક્સર પૂરા કરી લેશે. તેના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ ખેલાડી ૬૦૦ સિક્સર ફટકારી શક્યો ન હતો. રોહિતે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૯૭ સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલ બીજા નંબર પર છે. તેણે ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૫૫૩ સિક્સર ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદી:
રોહિત શર્મા- ૫૯૭ છગ્ગા
ક્રિસ ગેલ- ૫૫૩ છગ્ગા
શાહિદ આફ્રિદી- ૪૭૬ છગ્ગા
બ્રેન્ડન મેક્કુલમ- ૩૯૮ સિક્સર
માટન ગુપ્ટિલ- ૩૮૩ છગ્ગા
રોહિત શર્માની કારકિર્દી
રોહિત શર્મા ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. અત્યાર સુધીમાં તેણે ભારતીય ટીમ માટે ૫૯ ટેસ્ટ મેચોમાં ૪૧૩૭ રન, ૨૬૨ વનડે મેચોમાં ૧૦૭૦૯ રન અને ૧૫૧ ટી ૨૦મેચોમાં ૩૯૭૪ રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે કુલ ૪૮ સદી છે. રોહિત શર્મા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૩ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ સિવાય તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે હાર થઈ હતી