
મોહાલી,આઇપીએલ ૨૦૨૩ માં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતી પણ સંઘર્ષભરી છે અને સુકાનીનુ બેટ ચાલી રહ્યુ નથી. મુંબઈ માટે રોહિતના બેટને લઈ ચિંતા વધારે છે. તો બીજી તરફ ભારતીય ટીમને પણ આ જ ચિંતા સતાવી રહી હશે. જોકે આઈપીએલના ઈતિહાસમાં રોહિત શર્માના નામે હવે શરમજનક રેકોર્ડ નોંધાઈ ચુક્યો છે. રોહિત શર્મા સૌથી વધારે વખત શૂન્ય રને આઉટ થઈને પરત ફરવાનો વિક્રમ નોંધાવી ચુક્યો છે.બુધવારે મોહાલીમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી. પંજાબે ટોસ હારીને ૨૧૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે મુંબઈએ તે વિશાળ લક્ષ્યને પાર કરી જીત મેળવી હતી. આ જીત સાથે મુંબઈને પોઈન્ટ્સ ટેબલમાં ફાયદો થયો હતો અને હવે છઠ્ઠા ક્રમે પહોંચ્યુ છે. સિઝનમાં ૯ મેચ રમીને મુંબઈએ આ પાંચમી જીત નોંધાવી છે.
મોહાલીમાં પંજાબ કિંગ્સન સામે રમતા મુંબઈનો કેપ્ટન ઈનીંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શૂન્ય રને કેચ આઉટ થયો હતો. ૠષિ ધવને તેને પોચાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે જ રોહિત શર્મા શરમજનક રેકોર્ડ નોંધાવી ચૂક્યો હતો. રોહિત ૧૫મી વાર શૂન્ય રને આઉટ થયો છે. આમ આ સાથે જ તે સૌથી વધુ વખત શૂન્ય રને આઉટ થયો છે. જોકે તેની સાથે સુનિલ નરેન અને દિનેશ કાતકનુ નામ પણ આ જ સ્થાન પર છે. સુનિલ અને દિનેશ બંને ૧૫-૧૫ વાર શૂન્ય રને શિકાર થઈ ચુક્યા છે.
બીજા સ્થાન પર રોહિત અને અંબાતી રાયડૂ આ પહેલા હતા. અંબાતી રાયડૂ ૧૪ વાર શૂન્ય રને વિકેટ ગુમાવી ચુક્યો છે. જ્યારે ત્રીજા સ્થાને ગ્લેન મેક્સવેલ, હરભજન સિંહ, પાર્થિવ પટેલ, અજિંક્ય રહાણે અને મનીષ પાંડેનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ આઈપીએલમાં ૧૩-૧૩ વાર વિકેટ શૂન્ય રને જ ગુમાવીને બેઠા છે.
આઈપીએલના શૂન્યવીરો!
સૌથી વધારે શૂન્ય રને આઉટ થનાર બેટર
રોહિત શર્મા-૧૫
સુનીલ નરેન-૧૫
મનદીપ સિંહ-૧૫
દિનેશ કાર્તિક-૧૫
બીજા ક્રમે
અંબાતી રાયડુ૧૪
ત્રીજા ક્રમે
પિયુષ ચૌલ-૧૩
હરભજન સિંહ-૧૩
ગ્લેન મેક્સવેલ-૧૩
પાર્થિવ પટેલ-૧૩
અજિંક્ય રહાણે-૧૩
મનીષ પાંડે-૧૩
ચોથા ક્રમે
રાશિદ ખાન૧૨